For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રાણાવત મામલે હૃતિકે તોડી ચુપ્પી, આપ્યો આ જવાબ

કંગના રાણાવતના વિવાદ મામલે હૃતિકે આખરે ચુપ્પી તોડી. ગરિમાપૂર્ણ અંદાજમાં ફેસબૂક પર આપ્યો જવાબ. હૃતિક રોશનનો આ જવાબ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

કંગના રાણાવત અને હૃતિક રોશનનો વિવાદ જાણે નવેસરથી શરૂ થયો છે. કંગનાએ તો 4 વર્ષોમાં આ અંગે ઘણા નિવદેનો આપ્યા છે અને તેની રિસન્ટ ફિલ્મ 'સિમરન'ના પ્રમોશન પહેલાં તેણે 'આપ કી અદાલત'માં આ વિષય પર વાત કરતાં ફરી આ મુદ્દો ઉછાળ્યો હતો, જે પછી વિવાદે વધુ ગંભીર સ્વરૂપ લીધું છે. હવે હૃતિક રોશને પણ આ મામલે ચુપ્પી તોડવાનું નક્કી કરી લીધું છે. તે જલ્દી જ રિપબ્લિક ટીવી પર અર્નબ ગોસ્વામી સાથે કંગના રાણાવત અને તેના આરોપો અંગે વાત કરતો જોવા મળશે. હૃતિકના આ ઇન્ટરવ્યુનો પ્રોમો જાહેર થઇ ચૂક્યો છે, ઇન્ટરવ્યુ આ વિકએન્ડ પર જોવા મળે એવી સંભાવના છે. આ ઉપરાંત ગુરૂવારે હૃતિક રોશને પોતાના ઓફિશિયલ ફેસબૂક પેજ પર પણ કંગનાના વિવાદ અંગે પોસ્ટ લખી હતી. હૃતિકની આ પોસ્ટનો ભાવાનુવાદ વાંચો અહીં...

હૃતિક રોશને તોડી ચુપ્પી

હૃતિક રોશને તોડી ચુપ્પી

મેં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી અને કન્સ્ટ્રક્ટિવ વર્કના રસ્તે ચાલવાનું પસંદ કર્યું છે. એવી કોઇ પણ વસ્તુ જે આને સંબંધિત નથી, તેને હું ઇગ્નોર કરું છું. હું માનું છું કે, ઇગ્નોરન્સ, નોન રિએક્શન આવા અનિચ્છનીય ઘુસણખોરોને નિરાશ કરે છે. પરંતુ જે રીતે કોઇ આરોગ્યના પ્રશ્નને અવગણતા તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે, તેવું જ કંઇ આ મામલે પણ થયું છે.

હું તેને ક્યારેય એકલામાં મળ્યો જ નથી

હું તેને ક્યારેય એકલામાં મળ્યો જ નથી

આ મામલે તો મીડિયા પણ પાછું પડવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ અંગે મારા બચાવમાં કંઇ કહીને હું આ નકામા નાટકમાં ભાગીદાર બનવા નહોતો માંગતો. પરંતુ મને ઇચ્છા વિરુદ્ધ આ મામલામાં ખેંચવામાં આવ્યો છે અને હવે મારી પાસે કોઇ વિકલ્પ નથી. સાચી વાત તો એ છે કે, જે મહિલા અંગે અહીં વાત થઇ રહી છે, તેને હું ક્યારેય એકલામાં મળ્યો જ નથી. હા, અમે સાથે કામ કર્યું છે, પરંતુ અમે ક્યારેય પ્રાઇવેટ રીતે નથી મળ્યા અને આ જ સાચી વાત છે. મહેરબાની કરીને એ વાત સમજો કે હું અફેરના આરોપ સામે લડવાનો પ્રયત્ન નથી કરી રહ્યો કે મૂર્ખતાપૂર્વક Good Guyની ઇમેજ જાળવવાનો પણ પ્રયત્ન નથી કરી રહ્યો.

હું માણસ છું અને મારા દોષોને ઓળખું છું

હું માણસ છું અને મારા દોષોને ઓળખું છું

હું માણસ છું અને મારા દોષો વિશે જાણું છું. ખરેખર તો હું આ મામલા કરતા ઘણા વધુ ગંભીર અને સંવેદનશીલ વસ્તુથી મારી જાતને બચાવી રહ્યો છું. દુઃખની વાત એ છે કે, મીડિયા કે પબ્લિકને હકીકત જાણવામાં રસ નથી. આ મારા માટે પચાવવું ખરેખર ખૂબ અઘરું છે. લોકોને મહિલાને જ પીડિત માનવાની આદત પડી ગઇ છે અને આથી મહિલા પણ ખોટું બોલી શકે એ વાત તેમને પચતી નથી. જો લોકોને એમ જ માનવું હોય, તો વાંધો નહીં. સદીઓથી મહિલાઓ પુરૂષોને હાથે હેરાન થતી આવી છે અને એવા પુરૂષોને આકરી સજા થવી જોઇએ એવું હું પણ માનું છું.

આ અફેરનો એક પણ પુરાવો શા માટે નથી?

આ અફેરનો એક પણ પુરાવો શા માટે નથી?

પરંતુ આને કારણે મહિલા કદી થોટું ન બોલી શકે અને પુરૂષ સંપૂર્ણપણે નિર્દોષ ન હોઇ શકે, એવુ માનવું યોગ્ય છે? આમ છતાં, એવું જ માનવું હોય તો એમાં પણ મને કોઇ વાંધો નથી. બે સેલિબ્રિટિઝ વચ્ચેનો 7 વર્ષ લાંબો પેશનેટ અફેર અને તેનો કોઇ જ પુરાવો નથી. કોઇ પેપરાઝી ફોટો નહીં, કોઇ વિટનેસ નહીં, કોઇ યાદગીરીની વસ્તુ નહીં. 2014ના પેરિસમાં થયેલ કથિત એન્ગેજમેન્ટની એક સેલ્ફી પણ નહીં. આ બધાની ગેરહાજરી કોઇ પણ જાતના રોમેન્ટિક રિલેશનની સાબિતી નથી આપતી. આમ છતાં, 'મહિલા શા માટે ખોટું બોલે'ની થિયરીને અનુસરતાં આપણે અન્ય પક્ષ પર જ વિશ્વાસ કરવાનું પસંદ કરીશું.

જાન્યુ.2014ની પાસપોર્ટ વિગતો

જાન્યુ.2014ની પાસપોર્ટ વિગતો

મારી પાસપોર્ટ ડિટેઇલ્સ અનુસાર, જાન્યુઆરી 2014માં હું ઇન્ડિયાની બહાર ગયો નથી. જ્યારે અન્ય પક્ષ અનુસાર આ દરમિયાનમાં જ પેરિસમાં એન્ગેજમેન્ટ થયા હતા. આ કથિત રિલેશનશિપની માત્ર એક તસવીર જાહેર કરવામાં આવી હતી, જે ફોટોશોપ કરેલ સાબિત થઇ હતી અને આ વાતની સાબિતી મારી એક્સ-વાઇફે જ આપી હતી. આ મામલે ઉપરોક્ત સવાલો ક્યારેય પૂછાયા જ નથી, કારણ કે આપણને મહિલાઓની રક્ષા કરવાનું શીખવાડવામાં આવ્યું છે. મને પણ મારા પેરેન્ટ્સ અને મારી લાઇફમાં મારા સપોર્ટ સિસ્ટમ તરીકે જે સ્ત્રી છે, એના દ્વારા એ જ શીખવાડવામાં આવ્યું છે. હું મારા બાળકોને પણ આ જ મૂલ્યો સાથે મોટા કરીશ.

મેં મારા બધા ડીવાઇઝ સબમિટ કર્યા છે

મેં મારા બધા ડીવાઇઝ સબમિટ કર્યા છે

તો હવે શક્ય છે કે, મેં અથવા અહીં જેની વાત થઇ રહી છે એ મહિલાએ મારા ઇ-મેઇલ આઇડી પર એ 3000 ઇ-મેઇલ્સ મોકલ્યા હોય. માત્ર થોડા જ દિવસોમાં સાયબર-ક્રાઇમ ડિપાર્ટમેન્ટ આ વાતની હકીકત જણાવી દેશે. આ માટે મેં મારા તમામ ડીવાઇઝિસ જેમ કે, લેપટોપ, ફોન વગેરે સાયબર સેલમાં સબમીટ કર્યા છે, પરંતુ અન્ય પક્ષે આમ કરવાની મનાઇ કરી છે. તપાસ હજુ પૂર્ણ નથી થઇ.

આ પ્રેમી યુગલની લડાઇ નથી

આ પ્રેમી યુગલની લડાઇ નથી

હું ફરી એકવાર કહું છું કે, આ કોઇ પ્રેમી યુગલની લડાઇ નથી. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ આને અફેરનું લેબલ લગાડવાનું બંધ કરે અને હકીકત જોવાનો પ્રયત્ન કરે. હું આ કારણે છેલ્લા 4 વર્ષોથી હેરાન થાઉં છું. હું ગુસ્સે નથી. મેં મારા જીવનમાં ગુસ્સાને બાહર આવવાની મંજૂરી ભાગ્યે જ આપી છે અને આથી જ આજ સુધી કોઇ પણ મહિલા કે પુરૂષ સાથે મારી લડાઇ નથી થઇ. મારા ડિવોર્સમાં પણ કોઇ પણ પ્રકારની લડાઇ કે ઝગડો નહોતો. હું હંમેશા શાંતિને મહત્વ આપું છું. હું કોઇને જજ કરવા નથી માંગતો, હું માત્ર સાચી વાત બહાર લાવવા માંગુ છું, કારણ કે જ્યારે સત્યને બહાર આવવા સંઘર્ષ કરવો પડે ત્યારે તેની અસર સોસાયટી અને લોકો પર પણ પડે છે. જેમની સાથે મુદ્દો જોડાયેલો છે, તેમના જીવન, પરિવાર અને બાળકો પર પણ તેની ખોટી અસર પડે છે.

English summary
Hirhtik Roshan finally spoke about his battle with Kangana Ranaut. His Facebook post regarding this matter is going viral on social media, read it here in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X