ઋતિકના પરિવાર સાથે સબાની લંચ ડેટ, કાકા રોશને શેર કર્યો ફોટો, અટકળો શરુ
મુંબઈઃ બૉલિવુડ સુપરસ્ટાર અને હેન્ડસમ હંક ઋતિક રોશન હાલમાં પોતાની પર્સનલ લાઈફના કારણે છવાયેલો છે. એવા સમાચારો છે કે ઋતિક રોશન બૉલિવુડ અભિનેત્રી અને સિંગર સબા આઝાદ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણી વાર સાથે સ્પૉટ કરવામાં આવ્યા છે. જો કે, ઋતિક અને સબા તરફથી આ અંગે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યુ નથી પરંતુ જે રીતે બંને સાથે જોવા મળી રહ્યા છે તે ઈશારો આપી રહ્યા છે કે બંને એકબીજાની ઘણા નજીક છે.

ઋતિકના પરિવાર સાથે સબાની લંચ ડેટ
હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં સબા એક્ટર ઋતિક અને તેની આખી ફેમિલી સાથે દેખાઈ રહી છે. જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે ઋતિકના ઘરનો છે જ્યાં સબા લંચ પર પહોંચી હતી. આના કારણે સબા એક્ટરના આખા પરિવાર સાથે દેખાઈ રહી છે. ખાસ વાત એ છે કે ઋતિકના કાકા અને સંગીતકાર રાજેશ રોશને જ આ ફોટો શેર કર્યો હતો કે જે વાયરલ થઈ ગયો.

'ખુશીઓ આસપાસ છે, ખાસ કરીને સંડેએ જ્યારે લંચટાઈમ હોય'
આ ફોટાને શેર કરીને રાજેશ રોશને ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે, 'ખુશીઓ આસપાસ છે, ખાસ કરીને સંડેએ જ્યારે લંચ ટાઈમ હોય.' રાજેશ રોશને શેર કરેલા ફોટા પર સબાએ કમેન્ટ કરી છે કે, 'સૌથી બેસ્ટ સન્ડે.' સબાનુ આ રિએક્શન એ જણાવવા માટે પૂરતુ છે કે તેના અને એક્ટરના પરિવાર વચ્ચે ઘણા સારા રિલેશન બની ગયા છે. હાલમાં બધાને એ લાગે છે કે ઋતિક એક વાર ફરીથી રિલેશનશિપમાં આવી ગયા છે અને તે સિંગલ નથી પરંતુ બધા હાલમાં તેની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

બંનેની મુલાકાત પ્રોફેશનલ નહોતી...
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ઋતિક અને સબા એક રેસ્ટોરાંની બહાર એકબીજાનો હાથ પકડીને પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા ત્યારબાદથી બંનેના અફેરના સમાચારો ચર્ચામાં છે. જો કે, સબા તરફથી પહેલા એ કહેવામાં આવ્યુ હતુ કે આ એક પ્રોજેક્ટ માટે થયેલી મુલાકાત હતી પરંતુ જે રીતે બંને કેમેરા સામે આવ્યા હતા તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ કે બંનેની મુલાકાત પ્રોફેશનલ નહિ પરંતુ પર્સનલ છે.

ઋતિકે પોતાની બાળપણની દોસ્ત સુઝાન સાથે કર્યા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે બે બાળકોના પિતા ઋતિકે પોતાની બાળપણની દોસ્ત સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. બૉલિવુડમાં બંનેને મેડ ફૉર ઈચ અધર કહેવામાં આવતા હતા પરંતુ બંનેના સંબંધોને કોઈની નજર લાગી ગઈ અને બંનેએ પોતાના 17 વર્ષના રિલેશનશિપને ડિવૉર્સ સાથે ખતમ કરી દીધા.

ઈમામ શાહ સાથે સબાનુ અફેર
વળી, સબાએ બૉલિવુડમાં વર્ષ 2008માં ફિલ્મ 'દિલ કબડ્ડી'થી ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ વર્ષ 2011માં તેની લીડ અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે' હતી. તેણે ઓટીટી 'ફીલ્સ લાઈક ઈશ્ક'માં પણ કામ કર્યુ છે. તે જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહના દીકરા ઈમામ શાહને ડેટ કરી ચૂકી છે. બંને લિવ ઈન પાર્ટનર રહી ચૂક્યા છે.