India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઋતિક-સબાની લવ સ્ટોરીમાં ટ્વિટરે નિભાવી મહત્વની ભૂમિકા, જાણો કેવી રીતે?

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હાલમાં બૉલિવુડની ગલીઓમાં સુપરસ્ટાર ઋતિક રોશન અને સબા આઝાદના અફેરના સમાચારોએ જોર પકડ્યુ છે. જો કે, ઋતિક-સબા બંનેએ આ વિશે હજુ સુધી કંઈ કહ્યુ નથી પરંતુ જે રીતે બંને સાથે દેખાઈ રહ્યા છે તેનાથી લાગી રહ્યુ છે કે બંને હવે સિંગલ નથી. બંને રિલેશનશિપમાં છે. તમને જણાવી દઈએ કે બંને વિશે કહેવામાં આવી રહ્યુ છે કે બંનેના સંબંધોમાં મહત્વની ભૂમિકા ટ્વિટરે નિભાવી છે. જો કે આ પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે બંનેની મુલાકાત ડેટિંગ એપ દ્વારા થઈ હતી.

ઋતિક-સબાની લવ સ્ટોરી

ઋતિક-સબાની લવ સ્ટોરી

એક અંગ્રેજી સાઈટના જણાવ્યા મુજબ ઋતિક રોશને સબાનો એક વીડિયો ટ્વિટર પર લાઈક કર્યો હતો જેમાં સબા કોઈ જાણીતા રેપર સાથે દેખાઈ હતી. જેના પર સબાએ ઋતિકને થેંક્યુ કહ્યુ હતુ અને પછી બંને વચ્ચે વાતો થવા લાગી. જો કે, બંનેની પહેલી મુલાકાત કોઈ કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.

સબા અને ઋતિક ગોવામાં વેકેશન મનાવીને આવ્યા

સબા અને ઋતિક ગોવામાં વેકેશન મનાવીને આવ્યા

દોસ્તી થયા બાદ સબા અને ઋતિક ગોવામાં વેકેશન પણ મનાવીને આવ્યા હતા પરંતુ ત્યાં સુધી ઘણા ઓછા લોકોને તેમની દોસ્તી વિશે ખબર હતી. મુંબઈમાં બંનેના સંબંધ વિશે વાતો ત્યારે થવા લાગી જ્યારે પાપારાઝીએ ઋતિક અને સબાને એક રેસ્ટોરાની બહાર એકબીજાનો હાથ પકડીને સ્પૉટ કર્યા. જો કે, બંને તરફથી આ મુલાકાતને પ્રોફેશનલ કહેવામાં આવી હતી પરંતુ જે રીતે ઋતિક અને સબા ત્યારબાદ સ્પૉટ કરવામાં આવી રહ્યા છે તેનાથી બંનેની આત્મીયતા અનુભવી શકાય છે.

બધા ઋતિકની પ્રતિક્રિયાની જોઈ રહ્યા છે રાહ

બધા ઋતિકની પ્રતિક્રિયાની જોઈ રહ્યા છે રાહ

હાલમાં જ સબા ઋતિકના પરિવાર સાથે લંચ ડેટ પર પણ દેખાઈ. લંચ ડેટના ફોટા ઋતિકના કાકા રાજેશ રોશને જ શેર કર્યા છે. વળી, બીજી તરફ ઋતિકની પહેલી પત્ની સુઝેને સબાને કૂલ ગણાવી છે. આ બધી વાતો ઈશારા આપી રહી છે કે સબા-ઋતિક વચ્ચે કંઈક તો ચાલી રહ્યુ છે અને કદાચ ઋતિકના પરિવારાવાળાએ પણ બંનેના સંબંધને સ્વીકારી લીધો છે. હાલમાં બધા એક્ટરની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

બે બાળકોના પિતા છે ઋતિક રોશન

બે બાળકોના પિતા છે ઋતિક રોશન

તમને જણાવી દઈએ કે ઋતિક રોશન પોતાની બાળપણની દોસ્ત સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બંનેને બે બાળકો છે. બૉલિવુડના સુંદર કપલ્સમાં આ બંનેની ગણતરી થતી હતી પરંતુ ખબર નહિ કેમ બંનેના સંબંધમાં અંતર આવી ગયુ અને બંનેએ પોતાના 17 વર્ષના રિલેશનશિપને ડિવૉર્સ સાથે ખતમ કરી દીધુ.

સબાની પહેલી ફિલ્મ 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે'

સબાની પહેલી ફિલ્મ 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે'

વળી, સબાએ બૉલિવુડમાં વર્ષ 2008માં ફિલ્મ દિલ કબડ્ડીથી ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ વર્ષ 2011માં તેની લીડ અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે' હતી. તેણે ઓટીટી ફીલ્સ લાઈક ઈશ્કમાં પણ કામ કર્યુ છે. તે એક અભિનેત્રી અને સિંગર છે. એટલુ જ નહિ તે દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહના દીકરા ઈમામ શાહને ડેટ કરી ચૂકી છે. બંને સાત વર્ષ લિવ ઈન પાર્ટનાર રહી ચૂક્યા છે.

English summary
Hrithik Roshan and Saba Azad's love story began with Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X