• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૃતિક-સુઝાને લીધા છુટાછેડાં, 13 વર્ષના સંબંધો પૂરા!

|

મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને તેમના પત્ની સુઝાન ખાન વચ્ચે ગઈકાલે છુટાછેડા થઈ ગયાં. હૃતિકે પોતે આ વાતનો મીડિયા સામે સ્વીકાર કર્યો. મીડિયા સાથેની વાતચીતમાં હૃતિકે જણાવ્યું કે સુઝાને આ નિર્ણય કર્યો છે કે હવે તેઓ અમારા 13 વરસ જૂના સંબંધોને પૂરા કરવા માંગે છે. હૃતિકે જણાવ્યું કે આ અમારા સમગ્ર પરિવાર અને મારા પોતાના માટે ખૂબ જ દુઃખદ ક્ષણો છે.

તેમણે મીડિયાને અનુરોધ કર્યો કે તે તેમના અંગત જીવનમાં દખલ ન આપે. પોતાના નિવેદનમાં હૃતિકે જણાવ્યું - હું ઇચ્છુ છું કે આ માઠા સમાચાર છતાં મારા ફૅન્સ નિરાશ નહીં થાય અને લોકોનો લગ્ન-સંસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે. મને લગ્ન-સંસ્થામાં પુરતો વિશ્વાસ છે અને હું તેનું હૃદયપૂર્વક સન્માન કરુ છું. ફરી એક વાર હું પોતાના ફૅન્સનો આભાર વ્યક્ત કરુ છું કે જેમણે મારા આરોગ્ય અંગે ચિંતાઓ અને પ્રાર્થનાઓ કરી. મારી સારવાર યોગ્ય રીતે ચાલી રહી છે અને હું ટુંકમાં જ કામે પરત ફરીશ, આભાર.

મુંબઈ ખાતેથી અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ક્રિશ 3 ફિલ્મ રિલીઝ થવા દરમિયાનથી હૃતિક રોશન અને સુઝાન રોશન વચ્ચેના સંબંધોમાં તિરાડની વાતો સામે આવતી હતી અને કહેવાતુ હતું કે બંને ટુંકમાં જ છુટાછેડા લઈ શકે છે. જોકે છુટાછેડાના કારણો અંગે નથી હૃતિકે કોઈ ખુલાસો કર્યો કે નથી સુઝાને. સૂત્રોની માનીએ તો બૉલીવુડની એક સુપર હિટ અભિનેત્રી આ છુટાછેડાનું કારણ છે. હૃતિક રોશન અને સુઝાન રોશન બાળપણના મિત્રો હતાં અને 2000માં બંનેએ લગ્ન કર્યા હતાં.

English summary
A lot of speculations were rife about the split up between Hrithik Roshan and his wife Suzanne Roshan, but, the actor always denied it in every conversation with media. This time, however, the actor has given a confirmation about the couple partying ways forever.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X