હ્રિતિકને વિલન તરીકે જોઈને લોકોના હોશ ઉડી જશે: સિદ્ધાર્થ મલ્હોત્રા
હ્રિતિક રોશન 2 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી યશરાજ ફિલ્મની વૉરમાં વિલનના રોલમાં દેખાશે. હવે ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદનું કહેવું છે કે ફિલ્મમાં હ્રિતિકને નેગેટિવ રોલમાં જોઈને દરેક વ્યક્તિ ચોંકી ઉઠશે. ફિલ્મમાં હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ એક બીજાની સામે દેખાશે. ફેન્સ હ્રિતિક અને ટાઈગરને સાથે જોવા માટે ઉત્સાહિત છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ફેન્સનો ઉત્સાહ હજી વધી ચૂક્યો છે. ફિલ્મના એક્શન સીન્સના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
આ પહેલા પણ હ્રિતિક રોશન નેગેટિવ રોલ કરી ચૂક્યા છે. હ્રિતિક રોશન ધૂમ 2માં વિલનના રોલમાં દેખાયા હતા. તેમાં પણ હ્રિતિકના ખૂબ જ વખાણ થયા હતા. આ ઉપરાંત મિશન કશ્મીર અને ફિઝામાં પણ હ્રિતિક રોશન ગ્રે પાત્ર ભજવી ચૂક્યા છે. વૉરમાં હ્રિતિક રોશન ટાઈગર શ્રોફના ટીચર બન્યા છે. પરંતુ બાદમાં ટાઈગર શ્રોફે પોતાના જ ગુરુ સામે લડવું પડશે, અને જોરદાર ટક્કર આપશે. હ્રિતિક અને ટાઈગરની આ ફાઈટ જોવા માટે ફેન્સ ઉત્સાહિત છે.

નેગેટિવ પાત્રમાં હિટ
બોલીવુડના ઘણા હીરોઝ વિલન બનીને હિટ થઈ ચૂક્યા છે. નેગેટિવ પાત્રમાં બોલીવુડના આ હીરો યાદગાર પર્ફોમન્સ આપી ચૂક્યા છે. શાહરુખ ખાનથી લઈ અક્ષયકુમાર આ કામ સફળતાથી કરી ચૂક્યા છે.

રણવીર સિંહ - પદ્માવત
રણવીર સિંહે પદ્માવતમાં એવો ધમાકો કર્યો કે તે વર્ષના બધા જ એવોર્ડ પર તેમનું નામ લખાઈ ગયું. સરવાળે પદ્માવત એક એન્ટી હીરો ફિલ્મ બની ગઈ, જેમાં લીડ રોલ જ નેગેટિવ હતો.

લંગડા ત્યાગી - ઓમકારા
સૈફ અલી ખાનનું આ પાત્ર યાદગાર છે. કોઈને અંદાજ પણ નહોતો કે તે આ પાત્ર આટલું સારી રીતે ભજવી શક્શે. પરંતુ તેમના કાસ્ટિંગ માટે વિશાલ ભારદ્વાજને થેન્કયુ કહેવું જ પડે.

એક વિલન
કોણે ધાર્યું હતું કે રિતેશ દેશમુખ જે પોતાની કોમેડીથી હસાવતા રહે છે, તે આટલા ખૂંખાર અને ખતરનાક વિલન સાબિત થશે. ફિલ્મમાં તેમના ખૂબ વખાણ થયા હતા.

રૌફ લાલા
અગ્નિપથની રિમેકમાં ઋષિ કપૂરનું આ રૂપ જોઈને લોકો ડરી ગયા હતા. ફિલ્મમાં તે ખૂબ જ ખતરનાક લાગી રહ્યા હતા.

કાંચા ચીના
આ જ ફિલ્મમાં સંજય દત્તનું પર્ફોમન્સ પણ યાદગાર હતું. સંજય દત્ત નેગેટિવ રોલમાં ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે પરંતુ અગ્નિપથ શાનદાર હતી.

શાહરુખ ખાન - ડર
શાહરુખ ખાન વિલન પહેલા બન્યા હતા અને હીરો પછી. થોડાક વર્ષો પહેલા રિલીઝ થયેલી તેમની ફિલ્મ ફૅનમાં પણ તેમના નેગેટિવ અંદાજની ઝલક દેખાઈ હતી.

ધૂમ સિરીઝ
ધૂમ સિરીઝનો ફેમસ જ હીરોને વિલન બનાવવા માટે છે. જૉન અબ્રાહમ, હ્રિતિક રોશન અને આમિર ખાન બોલીવુડના કદાચ સૌથી શાનદાર વિલન છે, જે હીરો રહ્યા છે.

આંખે
અમિતાભ બચ્ચનને નેગેટિવ પાત્રમાં જોઈને લોકો ચોંકી ગયા. આ ફિલ્મમાં તેમણે શાનદાર વિલનનું પાત્ર ભજવ્યું છે.

2.0
રજનીકાંતની 2.0 દ્વારા અક્ષયકુમારે સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કર્યો. આ પાત્રમાં તેમણે નેગેટિવ રોલમાં ખૂબ જ જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું.
મારા પ્રિન્સને મળતા પહેલા મેં ઘણાં દેડકાઓને કિસ કરી: તાપસી પન્નૂ