સુપરહીરો બની વેરી પ્રાઉડ ફીલ કરુ છું : હૃતિક
મુંબઈ, 8 ઑક્ટોબર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 3 દીવાળીએ રિલીઝ થવાની છે. 1લી નવેમ્બરે રિલીઝ થતી ફિલ્મના ગીતોએ મ્યુઝિક ચૅનલો ઉપર ધૂમ મચાવી છે. લોકો ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર કર રહી રહ્યાં છે. ક્રિશ સિરીઝમાં કામ કરતાં-કરતાં હૃતિક રોશન પોતે ગૌરવાન્વિત અનુભવવા લાગ્યાં છે.
હૃતિકે જણાવ્યું - સુપરહીરોની પોશાક પહેરી હું પોતાને અતુટ અને અજેય અનુભવતો હતો. તેમને પોતાની જાત ઉપર ગૌરવ પણ થાય છે આ બાબત માટે. નોંધનીય છે કે ક્રિશ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન હૃતિકને હેલ્થ પ્રોબ્લેમ હતી, પણ આમ છતાં હૃતિકે ફિલ્મનું શૂટિંગ કર્યું.
ક્રિશ 3ની એસેસરીઝની લૉન્ચિંગ દરમિયાન હૃતિકે જણાવ્યું - મને લાગે છે કે ક્રિશના પાત્રે મારી ઉપર અત્યાર સુધીની ફિલ્મોની તમામ ભૂમિકાઓમાં સૌથી વધુ પ્રભાવ નાંખ્યો છે. ક્રિશ 3 ફિલ્મ 2003માં આવેલી સાઇંસ-ફૅંટાસી ફિલ્મ કોઈ મિલ ગયાની ત્રીજી આવૃત્તિ છે. બીજી આવૃત્તિ ક્રિશ હતી. ત્રણે ફિલ્મોમાં હૃતિક રોશન મુખ્ય ભૂમિકામાં રહ્યાં છે.
હૃતિક રોશન કહે છે - ક્રિશ પાસે મેં શીખ્યું કે સુપરહીરો હોવું માત્ર મૉસ્ક કે ટોપી પહેરી બિલ્ડિંગો ઉપરથી ઉડવુ માત્ર નથી. જ્યારે હું ક્રિશનું જૅકેટ પહેરતો હતો, તો કંઇક થતુ હતું કે હું પોતાને અતુટ અને અજેય અનુભવવા લાગતો હતો. ક્રિશ 3 ફિલ્મમાં હૃતિક રોશન ટ્રિપલ રોલમાં છે. ફિલ્મમાં તેમની સાથે કંગના રાણાવત, પ્રિયંકા ચોપરા તથા વિવેક ઓબેરૉય પણ છે.