હૃતિકે હૉસ્પિટલના બિછાનેથી કર્યો ‘ઓકે’નો ઇશારો
મુંબઈ, 10 જુલાઈ : હૃતિક રોશનની બ્રેન સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે. મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં હૃતિકની સર્જરીના સમાચાર બાદથી તેમના ફૅન્સ ભારે આઘાત અને ચિંતામાં હતાં, પરંતુ હવે ફૅન્સ માટે એક સારા સમાચાર છે.
હૃતિક રોશને હૉસ્પિટલના બિછાનેથી હાથ દ્વારા ઓકેનો ઇશારો કરી સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે સાજાં છે અને બહુ જલ્દી કામ ઉપર પરરત ફરશે. હૃતિક રોશન ઉપર ગત 7મી જુલાઈના રોજ બ્રેન સર્જરી કરવામાં આવી હતી. હૃતિક રોશનને બપોરે 2-3 વાગ્યે હિન્દુજા હૉસ્પિટલે દાખલ કરયા અને ત્યાં તેમની ઉપર સર્જરી કરાઈ. હૃતિક રોશને પોતાની બ્રેન સર્જરી અગાઉ ફેસબુક ઉપર પણ બે સ્ટેટસ અપડેટ કર્યાં.
હૉસ્પિટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હૃતિક રોશન હવે સાજા છે અને હૃતિક રોશન પોતે આ વાતનો પુવારો આપી રહ્યાં છે. તેમણે એક તસવીર જારી કરી છે કે જેમાં તેમનો હાથ એવરીથિંગ ઇઝ ફાઇનનો ઇશારો કરી રહ્યો છે. હૃતિકની સર્જરી દરમિયાન તેમના પરિજનો ઉપરાંત બૉલીવુડના મિત્રો પણ ખડેપગે હૉસ્પિટલે હાજર રહ્યા હતાં. સર્જરી બાદ હૃતિકના પત્ની સુઝાને હૃતિકના તમામ ફૅન્સને થૅંક્સ કહ્યું. હૃતિક પોતાની સર્જરી બાદ વધુ મજબૂત થઈ બહાર આવશે. હૃતિકના મગજમાં એક બ્લડ ક્લૉટ હતો કે જેને કાઢવા માટે આ સર્જરી જરૂરી હતી. હૃતિકને થોડાંક દિવસ અગાઉ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામાં ઈજા પહોંચી હતી અને તેથી આ સર્જરી કરાવવી પડી.