For Quick Alerts
For Daily Alerts
પ્રમોશન માટે દુબઈ ઉપડ્યાં ક્રિશ, પ્રિયા, કાયા અને કાલ
મુંબઈ, 24 ઑક્ટોબર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 3 દીવાળીએ રિલીઝ થવા જઈ રહી છે. 1લી નવેમ્બરે રિલીઝ થતી આ ફિલ્મની સ્ટાર કાસ્ટ હાલ ફિલ્મના પ્રમોશનમાં જોતરાયેલી છે. તે જ ક્રમે ફિલ્મની ટીમ ગઈકાલે દુબઈ રવાના થઈ છે કે જ્યાં ફિલ્મનું પ્રમોશન કરવામાં આવશે.
કોઈ મિલ ગયા ફિલ્મની ત્રીજી સિક્વલ ક્રિશ 3માં હૃતિક રોશન તથા પ્રિયંકા ચોપરા લીડ રોલ કરી રહ્યાં છે. હૃતિક ટ્રિપલ રોલમાં છે, તો વિલન તરીકે કંગના રાણાવત અને વિવેક ઓબેરૉય છે. ફિલ્મના આ ચારેય કલાકારો ક્રિશ 3 ફિલ્મના પ્રમોશન માટે ગઈકાલે દુબઈ ઉપડી ગયાં છે. રાકેશ રોશન નિર્મિત ક્રિશ 3 ફિલ્મ આગામી 1લી નવેમ્બરે રિલીઝ થવાની છે.
ક્રિશ 3 ફિલ્મ ખૂબ જ ચર્ચિત થઈ ગઈ છે. યૂ ટ્યુબ ઉપર પણ આ ફિલ્મ અને તેના હીરો હૃતિક રોશન હિટ થઈ ગયાં છે. ફિલ્મનું ટ્રેલર 5મી ઑગસ્ટે રિલીઝ કરાયુ હતું અને તેને માત્ર પાંચ જ મિનિટમાં 1 કરોડ 35 લાખ લોકોએ જોઈ નાંખ્યુ હતું. હતિક રોશન ફ્રેંચાઇઝી ધરાવતી ત્રીજી ફિલ્મ ક્રિશ 3માં એક સુપર હીરોની ભૂમિકામાં છે. 2003માં કોઈ મિલ ગયા બાદ 2006માં ક્રિશ આવી હતી અને હવે ક્રિશ 3 આવી રહી છે.