સુપર 30 અને વૉરની સફળતા પર ખુશ છે ઋતિક પરંતુ કહ્યુ, ‘બેસ્ટ આવવાનુ હજુ બાકી છે'
સુપર 30 બાદ આ વર્ષે ઋતિક રોશનની બીજી સફળ ફિલ્મ બની ચૂકી છે વૉર. સુપર 30એ જ્યાં 150 કરોડનુ લાઈફટાઈમ કલેક્શન આપ્યુ છે. ત્યાં વૉરે માત્ર 3 દિવસમાં જ 100 કરોડ કમાઈ લીધા છે. બેક ટુ બેક ફિલ્મોમાં સફળતા પર ઋતિકે કહ્યુ કે કલાકાર તરીકે આ સફળતા મને પ્રોત્સાહિત કરે છે, સાથે જ મને વધુ સારુ કામ કરવા માટે હિંમત આપે છે.

બહુ પ્રેમ અને પેશન સાથે કામ કર્યુ
ઋતિકે કહ્યુ, હું નસીબદાર છુ કે મારી પાસે એવી ફિલ્મો છે જે મને સશક્ત બનાવે છે. આ બંને ફિલ્મો પર મે બહુ પ્રેમ અને પેશન સાથે કામ કર્યુ છે. હવે હું મારો બેંચમાર્ક હજુ વધુ ઉપર કરવાનો છુ. આ સફળતા બાદ હું બહુ પ્રોત્સાહિત અનુભવી રહ્યો છુ. આ સફળતા બહુ મહત્વ ધરાવે છે.

સર્વશ્રેષ્ઠ કામ આવવાનુ હજુ બાકી
સુપરસ્ટારે કહ્યુ કે જો આ બંને ફિલ્મો ના ચાલતી તો હું પ્રભાવિત થતો. પોતાની ક્રિએટીવ લાઈફમાં સૌથી વધુ જરૂરી હોય છે કે પોતાના વિચારો અને અનુભૂતિ પર વિશ્વાસ રાખો. આનાથી બહુ હિંમત મળે છે. સુપર 30 અને વૉર માટે પ્રશંસા મેળવ્યા બાદ ઋતિકનુ માનવુ છે કે તેનુ સર્વશ્રેષ્ઠ કામ આવવાનુ હજુ બાકી છે.
આ પણ વાંચોઃ Big Boss 13: પંજાબની આ કેટરીના કેફ 'શહનાજ' હોશ ઉડાવી દેશે, જુઓ ધાંસૂ Video

સફળતાના નવા રેકોર્ડ
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી ફિલ્મ વૉર બોલિવુડની સૌથી મોટી ઓપનિંગ આપનારી ફિલ્મ બની ચૂકી છે. ઋતિક રોશન, ટાઈગર શ્રોફ સ્ટારર આ ફિલ્મો 53.55 કરોડની ઓપનિંગ આપી હતી. વળી, હવે ત્રણ દિવસમાં આ 100 કરોડની નજીક પહોંચૂ ચૂકી છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મની ટીમે આ સફળતાનો જશ્મ પણ મનાવી લીધો છે.