• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઋતિક રોશનના લાઈફ કોચ અરફીન ખાને કંગના રનોતને લઈને કર્યા ચોંકાવનારા ખુલાસા

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે જેના કારણે ઘણી વાર તે ચર્ચામાં રહે છે. વળી, ઋતિક રોશન સહિત અન્ય સેલિબ્રિટીઝના લાઈફ કોચ અરફીન ખાને અભિનેત્રી કંગના રનોત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ એ જ લાઈફ કોચ છે જે બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જિંદગી પાટા પર લાવવામાં તેમની મદદ કરી રહ્યા છે.

કંગના રનોત વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

કંગના રનોત વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

લોકપ્રિય લાઈફ કોચે કહ્યુ કે તે છેલ્લા 12 મહિનાથી કંગના રનોતનુ વિશ્લેષણ કરી રહ્યા છે કે તેનુ દિમાગ કેવી રીતે કામ કરે છે. કોચનો દાવો છે કે કંગના રનોત ખુદને નુકશાનવાળા સ્ટેજમાં છે(Self-sabotage)અને તેને અમુક ગંભીર કોચિંગની જરુર છે.

અંતમાં ખૂબ ખરાબ સ્થિતિમાં હશે

અંતમાં ખૂબ ખરાબ સ્થિતિમાં હશે

લાઈફ કોચ અરફીને કહ્યુ કે મે અનુભવ્યુ છે કે તે આત્મ-તોડફોડના વિનાશકારી પથ પર વધુ છે કારણકે તે હવે આ પ્રકારનુ મહત્વ અને ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરી રહી છે જે વિનાશકારી છે તેમછતાં પણ તેને એ ક્રિએટીવ લાગે છે અને લાંબા સમયમાં તેની વિચાર પ્રક્રિયાને તોડવાનુ છે એ રીતે કે અંતમાં તે બહુ ખરાબ સ્થિતિમાં હશે. મારુ માનવુ છે કે તેને અમુક ગંભીર કોચિંગની જરુર છે.

જાણો કોણ છે અફરીન ખાન

જાણો કોણ છે અફરીન ખાન

અરફીન ખાન ઘણી વાર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મોટિવેશનલ વીડિયો શેર કરતા રહે છે. તે બૉલિવુડના નંબર વન કોચ, ટેડ સ્પીકર, ટ્રાન્સફૉર્મેશન એક્સપર્ટ અને ઈન્ટરનેશનલ સ્પીકર છે. તમને જણાવી દઈએ કે બૉલિવુડના જાણીતા લાઈફ કોચ અરફીન ખાન અભિનેતા ઋતિક રોશનના કારણે બહુ ચર્ચામાં પહેલી વાર આવ્યા હતા. કથિત રીતે અભિનેતા સુઝાના ખાન સાથે ડિવૉર્સ દરમિયાન તેમની પાસે પહોંચ્યા હતા.

આર્યન ખાન માટે શાહરુખ ખાને અરફીન ખાનને અપોઈન્ટ કર્યા હતા

આર્યન ખાન માટે શાહરુખ ખાને અરફીન ખાનને અપોઈન્ટ કર્યા હતા

અરફીન ખાન હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે જણાવવામાં આવ્યુ કે શાહરુખ ખાન અને ગૌરી ખાને તેમને પોતાના દીકરા આર્યન ખાનને એક ડ્ર્ગ્સ કેસમાં એ મેન્ટલ ટ્રોમા અને આ કેસથી લાગેલા આઘાતમાંથી ઉભરવામાં મદદ કરવા માટે હાયર કર્યા હતા. આ લાઈફ કોચે હવે કંગના રનોત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

English summary
Hrithik Roshan's life coach Arfeen Khan made shocking revelations about Kangana Ranaut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X