નસીરુદ્દીન શાહના દીકરાની લિવઈન પાર્ટનર હતી ઋતિકની 'મિસ્ટ્રી ગર્લ' સબા, 7 વર્ષ સુધી હતો અફેર
મુંબઈઃ બૉલિવુડના ડેશિંગ સ્ટાર ઋતિક રોશન હાલમાં જબરદસ્ત ચર્ચામાં છે. કારણ છે મિસ્ટ્રી ગર્લ, જેના સાથી તે હાલમાં સ્પૉટ થયા. બાદમાં ખુલાસો થયો કે જે છોકરીને તે મીડિયા અને લોકોથી બચાવતા દેખાઈ રહ્યા છે તે સિંગર-અભિનેત્રી સબા આઝાદ છે. બંનેનો સાથે ફોટો આવ્યા બાદ ફિલ્મી ગલીઓમાં બંનેના અફેરની ચર્ચાઓ થવા લાગી છે. જો કે બંને તરફથી આ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી પરંતુ બંનેના રિલેશનશિપ વિશે વાતો થઈ રહી છે.

ઈમામ શાહ સાથે હતુ સબાનુ અફેર
તમને જણાવી દઈએ કે સબા આઝાદ આ પહેલા બૉલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહના દીકરા ઈમામ શાહને ડેટ કરી ચૂકી છે. બંને સાત વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. ઈમામે વર્ષ 2013માં જણાવ્યુ હતુ કે સબા લિવ પાર્ટનર છે. જો કે ત્યારે કોઈએ એ વાતને એટલુ મહત્વ આપ્યુ નહોતુ ત્યારપછી બંને ચર્ચામાંથી ગાયબ થઈ ગયા હતા.

ફિલ્મ 'દિલ કબડ્ડી'
ઉલ્લેખનીય છે કે સબાએ બૉલિવુડમાં વર્ષ 2008માં ફિલ્મ 'દિલ કબડ્ડી'એ ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ વર્ષ 2011માં તેણે લીડ અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ 'મુઝસે ફ્રેન્ડશીપ કરોગે' કરી હતી. ફિલ્મોમાં સફળતા ના મળ્યા બાદ સબાએ ગાયન ક્ષેત્રે આગળ વધવા માટે મહેનત કરી. તેણે ઓટીટી 'ફીલ્સ લાઈક ઈશ્ક'માં પણ કામ કર્યુ છે.

દોસ્તી એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ
કહેવામાં આવી રહ્યુ છે કે ઋતિક અને સબાની ડિનર ડેટ એક કામનુ અનુસંધાનમાં હતુ પરંતુ સૂત્રો મુજબ બંને આજે એકબીજાના ઘણા ક્લોઝ છે અને હાલમાં જ ગોવામાં સાથે રજાઓ માણીને પાછા આવ્યા છે. બંનેની દોસ્તી એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.

17 વર્ષનો સંબંધ તૂટ્યો
ઋતિકે પોતાની બાળપણની દોસ્ત સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા અને બંનેને લગ્નથી બે બાળકો છે. બૉલિવુડમાં બંનેને મેડ ફૉર ઈચ અધર કહેવાતા હતા પરંતુ બંનેનો 17 વર્ષનો સંબંધ ખતમ થઈ ગયો. આજ સુધી ડિવૉર્સનુ કારણ ખબર નથી. જો કે ડિવૉર્સ બાદ કંગનાએ ઋતિક પર આરોપ લગાવ્યો હતો કે ઋતિકે તેને પ્રેમજાળમાં ફસાવ્યો અને જ્યારે લગ્નની વાત કરી ત્યારે પલટી ગયો. ઋતિકે કંગનાની વાતોને ફગાવી દીધી હતી.

ઋતિક હાલમાં સિંગલ
ઋતિક અને સુઝેનની દોસ્તી જો કે હાલમાં યથાવત છે. બંને ઘણી વાર પોતાના બાળકો સાથે જોવા મળે છે. જો કે ઋતિકનુ સ્ટેટસ હજુ સિંગલ છે પરંતુ તે સબા આઝાદ સાથે દેખાયા ત્યારથી તેના વિશે વાતો થઈ રહી છે. હાલમાં બધાને ઋતિકની પ્રતિક્રિયાની રાહ છે. ઋતિકના ફેન્સ આ વાતનુ સત્ય જાણવા માંગે છે, જોઈએ છે કે આ આતુરતા ક્યારે ખતમ થાય છે.