• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેવટે સામે આવ્યો સુનૈના રોશનનો મુસ્લિમ પ્રેમી, જેને રાકેશ રોશને કહ્યો હતો ‘આતંકી'

વિવાદો વચ્ચે હવે સુનૈનાના તથાકથિત પ્રેમી રુહેલ અમીન મીડિયા સામે આવ્યા છે. તેમણે ન્યૂઝ 18ને આ વિશે વિસ્તારથી વાતચીત કરી છે.
|
Google Oneindia Gujarati News

હાલમાં બોલિવુડનો જાણીતો રોશન પરિવાર ઘણા સવાલોના ઘેરાયેલો છે કારણ છે ફિલ્મમેકર રાકેશ રોશનની દીકરી અને સુપરસ્ટાર ઋતિક રોશનની બહેન સુનૈના જેમણે સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાના પિતા અને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુનૈનાનું કહેવુ છે કે તે એક મુસ્લિમ છોકરાને પ્રેમ કરે છે પરંતુ તેમના પરિવારવાળાને આ સંબંધ કબુલ નથી એટલા માટે તે તેમના પર જુલમ કરી રહ્યા છે, તેને મારે-પીટે છે અને ઘરમાં કેદ રાખે છે. સુનૈનાએ કહ્યુ હતુ કે તેના પપ્પા કહે છે કે હું જેને પ્રેમ કરુ છુ તે આતંકવાદી છે.

આ પણ વાંચોઃ અલાહાબાદ હાઈકોર્ટના જજને હટાવવા જરૂરી, સીજેઆઈએ પીએમને લખ્યો પત્રઆ પણ વાંચોઃ અલાહાબાદ હાઈકોર્ટના જજને હટાવવા જરૂરી, સીજેઆઈએ પીએમને લખ્યો પત્ર

સામે આવ્યો સુનૈના રોશનનો મુસ્લિમ પ્રેમી

સામે આવ્યો સુનૈના રોશનનો મુસ્લિમ પ્રેમી

આ વિવાદો વચ્ચે હવે સુનૈનાના તથાકથિત પ્રેમી રુહેલ અમીન મીડિયા સામે આવ્યા છે. તેમણે ન્યૂઝ 18ને આ વિશે વિસ્તારથી વાતચીત કરી છે અને એ સ્વીકાર કર્યો છે કે તે અને સુનૈના રિલેશનશીપમાં છે. તેમણે આ સમગ્ર ઘટનાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યુ કે કોઈને માત્ર એટલા માટે આતંકવાદી ગણાવી દેવો કે તે એક ખાસ ધર્મથી સંબંધ રાખે છે, તે ખૂબ જ અપમાનજનક છે અને આની હું કડક શબ્દોમાં નિંદા કરુ છુ.

જાહિલપણા પર ઉતરી આવ્યો છે રોશન પરિવાર

જાહિલપણા પર ઉતરી આવ્યો છે રોશન પરિવાર

તેમણે કહ્યુ કે બોલિવુડના સૌથી હાઈ પ્રોફાઈલ પરિવારોમાં રોશન ફેમિલીની ગણતરી થાય છે અને ત્યાંના લોકોના વિચારો આટલા નિમ્ન છે, જ્યારે સુનૈનાએ મને આ બધુ કહ્યુ તો મને પહેલા વિશ્વાસ ન આવ્યો પરંતુ બાદમાં મને ગુસ્સો પણ આવ્યો અને હસવુ પણ, માત્ર ધર્મના કારણે તમે ચરમપંથી જેવુ વસ્તુઓને પરિભાષિત ન કરી શકો. સૌથી જરૂરી એ છે કે આપણે આવા જાહિલ નજરિયા સામે અવાજ ઉઠાવવો પડશે, રોશ પરિવાર જાહિલપણા પર ઉતરી આવ્યો છે.

ઋતિક-સુઝાન વિશે પણ કહી મોટી વાત

ઋતિક-સુઝાન વિશે પણ કહી મોટી વાત

રુહેલને જ્યારે પૂછવામાં આવ્યુ કે રોશન પરિવાર તમારા પર આ રીતે પ્રતિક્રિયા આપી રહ્યો છે જ્યારે ઋતિકની એક્સ વાઈફ સુઝાન ખાન પોતે એક મુસ્લિમ પરિવારની છે. જેના પર રુહેલે કહ્યુ કે આ જ તો વિડંબણા છે. તેમની પોતાની સાથે શું થયુ તે બધાની સામે છે. પહેલી મુલાકાલ રુહેલ અમીને કહ્યુ કે સુનૈના સાથે પહેલી મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે તે ટાઈમ્સ નાઉમાં એન્ટરટેઈનમેન્ટ બીટ કવર કરતા હતા. અમે એકબીજાથી અલગ થઈ ગયા અને પછી સોશિયલ મીડિયા દ્વારા અમે ફરીથી એક વાર જોડાયા. રુહેલે કહ્યુ કે સુનૈના નવેસરથી પોતાની લાઈફ શરૂ કરવા માંગે છે પરંતુ તેમનો પરિવાર તેમનો સાથ નથી આપી રહ્યો એટલા માટે તેણે કંગના રનોતની મદદ માંગી હતી.

સુનૈનાએ માંગી કંગના પાસે મદદ

સુનૈનાએ માંગી કંગના પાસે મદદ

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે સૌથી પહેલા રોશન પરિવારની હાલની દુશ્મન બનેલી અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલીએ ખુલાસો કર્યો હતો. રંગોલીએ ટ્વીટર પર લખ્યુ હતુ કે સુનૈના મારી બહેન કંગનાની મદદ માંગી રહી છે, તે એમને ફોન કરે છે અને ફોન પર રડે છે અને પોતાના પર થઈ રહેલા ત્રાસનું વર્ણન કરે છે. સુનૈનાએ કહ્યુ કે તેના પિતા તેને થપ્પડ મારે છે અને તેનો ભાઈ તેને રૂમમાં પૂરી દે છે. મને ડર છે કે સુનૈનાની ખતરનાક ફેમિલી તેને નુકશાન પહોંચાડી શકે છે એટલા માટે અમે આ વાતને સાર્વજનિક કરી રહ્યા છે, અમને સમજમાં નથી આવી રહ્યુ કે સુનૈનાની મદદ કેવી રીતે કરીએ.

સુનૈનાએ ખોલ્યુ મોઢુ

સુનૈનાએ ખોલ્યુ મોઢુ

હોબાળો થયા બાદ સુનૈના પોતે મીડિયા સામે આવી, 47 વર્ષીય સુનૈનાએ સ્પષ્ટ રીતે કહ્યુ કે રંગોલીએ જે કહ્યુ છે તે સંપૂર્ણપણે સાચુ છે, સુનૈનાએ કહ્યુ કે તે એક મુસ્લિમ વ્યક્તિ સાથે રિલેશનશિમાં હતી અને ગયા વર્ષે જ તે તેમની પાસે જવા ઈચ્છતી હતી પરંતુ પપ્પા-મમ્મી અને ભાઈ બઘા આ સંબંધની વિરોધમાં છે. જ્યારે મે જિદ કરી તો મારા પપ્પાએ મને થપ્પડ મારી હતી અને કહ્યુ હતુ કે જેને હું પ્રેમ કરુ છુ તે એક આતંકવાદી છે, હવે તમે જ જણાવો કે શું આવુ સંભવ છે, જો તે આતંકવાદી હોત તો શું તે જેલમાં ન હોત, હું તેને ગયા વર્ષ ફેસબુક પર મળી હતી.

‘મારો ભાઈ ઋતિક મને રૂમમાં બંધ કરીને રાખે છે'

સુનૈનાએ કહ્યુ કે મારો ભાઈ ઋતિક મને રૂમમાં બંધ કરીને રાખે છે, તે મને ઘરમાંથી બહાર નથી જવા દેતો, મારી ઈચ્છા છે કે મારુ ફેમિલી મારા પ્રેમનો સ્વીકાર કરે પરંતુ પરિવારવાળા મારી વાત નથી સાંભળી રહ્યા. એ લોકોએ મારુ જીવન નર્ક બનાવી દીધુ છે અને હું આ બધુ વધુ નથી સહન કરી શકતી. સુનૈના રોશને એ પણ જણાવ્યુ કે આ બાબતમાં તેમણે અભિનેત્રી કંગના રનોતની પણ મદદ માંગી હતી કારણકે તે નારી શક્તિમાં વિશ્વાસ કરે છે અને સાચુ બોલવાની હિંમત રાખે છે.

ઋતિક રોશનની એક્સવાઈફે કર્યો સપોર્ટ

ઋતિક રોશનની એક્સવાઈફે કર્યો સપોર્ટ

ત્યારબાદ લોકો રોશન ફેમિલી વિશે અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન ઋતિકની પૂર્વ પત્ની સુઝાન ખાને એક ટ્વીટ કરીને મામલો શાંત કરવાની કોશિશ કરી હતી. સુઝાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યુ હતુ કે હું સુનૈનાને જાણુ છુ, તે ખૂબ જ પ્રેમાળ અને કેરિંગ છે પરંતુ હાલમાં તે એક દૂર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે, સુનૈનાના પિતાની તબિયત સારી નથી, કૃપયા તમે બધા પરિવારના આ મુસીબતના સમયને સમજો અને પ્રાઈવસી આપો.

સુનૈનાના અત્યાર સુધીમાં બે લગ્ન થયા છે...

ફિલ્મમેકર રાકેશ રોશનની દીકરી સુનૈના રોશનને રીયલ ફાઈટર કહેવામાં આવે છે, 45 વર્ષની સુનૈના બાળપણથી જ વજન વધારે રહ્યુ છે, સુનૈનાનૈ અત્યાર સુધીમાં બે લગ્ન થયા છે અને એક વાર સગાઉ પણ તૂટી ચૂકી છે. તેના પહેલા લગ્ન આશીષ સોની સાથે થયા હતા પરંતુ બંનેના વર્ષ 2000માં છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેણે મોહન નદાર સાથે લગ્ન કર્યા હતા પરંતુ હવે બંને અલગ થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા સુનૈનાને સરવિકલ કેન્સર થયુ હતુ પરંતુ પરિવારના સહયોગ અને પોતાની હિંમતના કારણે સુનૈનાએ આ બિમારી પર વિજય મેળવી લીધો. તે પોતાના પેરેન્ટ્સ સાથે જ રહે છે. પહેલા પતિથી સુનૈનાને એક દીકરી સુરાનિકા પણ છે. ફિલ્મ નિર્દેશન ઉપરાંત તેણે એક પુસ્તર ‘ટુ ડેડ વિથ લવ' પણ લખી છે.

English summary
Hrithik Roshan's sister Sunaina made headlines when she said that her family was not accepting her boyfriend Ruhail Amin, because he was a Muslim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X