બીમાર હૃતિકે પોતાના બાળકો માટે લખી કવિતા...
મુંબઈ, 11 જુલાઈ : બૉલીવુડના ડૅશિંગ હીરો કહેવાતાં હૃતિક રોશનની રવિવારે બ્રેન સર્જરી થઈ છે અને હજી તેઓ હૉસ્પિટલમાં જ છે. તેઓ સમ્પૂર્ણ સ્વસ્થ છે, પરંતુ તેમને આરામની જરૂર છે. પોતાની બીમારીના પગલે હૃતિક રોશન પોતાના બાળકોને મિસ કરી રહ્યાં છે અને તેથી જ તેમને પોતાના બાળકો રેહાન તથા હૃદન માટે કવિતા લખી નાંખી.
હૃતિક રોશને હૉસ્પિટલના બિછાનેથી પોતાના બાળકો માટે એક નાનકડી કવિતા લખી છે અને તે કવિતા પોતાના ફેસબુક વૉલ ઉપર પોસ્ટ કરી છે. આ કવિતા વાંચ્યા બાદ દરેક પિતા પોતાના બાળકોને જરૂર એક વાર વહાલ કરી લેશે, કારણ કે કવિતા ખૂબ જ ટચિંગ છે. હૃતિકે આ કાવ્ય ઇંગ્લિશમાં લખ્યું છે કે જે નીચે મુજબ છે :
If I could fly... i'd fly my highest
When I can run... i'll run my fastest.
If I walk... i'll walk my tallest.
If I stand... i'll stand my strongest.
If I need to sit... i'll sit with my head up.
I f I must sleep... i'll soar above clouds in my mind.
If I can...I will.
I can. So I will.
I'm Great. No matter what." (sic)
નોંધનીય છે કે હૃતિકે ગઈકાલે જ પોતાના ફૅન્સ માટે હૉસ્પિટલના બિછાનેથી જ એક ફોટો પોસ્ટ કરી હતી કે જેમાં તેઓ પોતાના હાથ વડે પોતે સાજા હોવાનો ઇશારો કરી રહ્યાં છે. હૃતિકના મગજમાં એક બ્લડ ક્લૉટ હતો કે જેને કાઢવા માટે આ સર્જરી જરૂરી હતી. હૃતિકને થોડાંક દિવસ અગાઉ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામાં ઈજા પહોંચી હતી અને તેથી આ સર્જરી કરાવવી પડી.