For Daily Alerts
બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ ટુંકમાં જ શરૂ કરશે હૃતિક રોશન
મુંબઈ, 9 મે : બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન ટુંકમાં જ પોતાની આવનાર ફિલ્મ બૅંગ બૅંગ માટે શૂટિંગ શરૂ કરશે. ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી કૅટરીના કૈફ તેમના સહ-કલાકાર છે.
હૃતિક રોશને મુંબઈમાં આરોગ્ય સાથે સંકળાયેલ એક પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું - ક્રિશ 3 ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાં બાદ થોડાંક જ દિવસોમાં બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. હું તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.
હૃતિકે આ પ્રસંગે લેખક ક્રિસ ગેથિનના પુસ્તક ક્રિસ ગેથિન્સ ગાઇડ ટૂ યોર બેસ્ટ બૉડી લુકનું વિમોચન કર્યું. પુસ્તક અંગે હૃતિક રોશને જણાવ્યું - આજકલ તમામ નવયુવાનો સિક્સ પૅકના દીવાના છે અને આ ચક્કરમાં પોતાના આરોગ્ય ઉપર ધ્યાન નથી આપતાં. આરોગ્ય અંગે લોકોએ જાગૃત થવાની જરૂર છે.