દુષ્કાળ ઇફેક્ટ : આ વર્ષે હોળી નહીં રમે હૃતિક રોશન

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 25 માર્ચ : એક બાજુ આખું બૉલીવુડ હોળીની મસ્તીમાં ડુબી ચુક્યું છે, તો બીજી બાજુ જાણીતા અભિનેતા હૃતિક રોશન ઘરે ચુપચાપ બેસી ટેલીવિઝન જોઈ રહ્યાં છે. હકીકતમાં હૃતિક રોશને આ વર્ષે હોળી નહીં રમવાનો નિર્ણય કર્યો છે. કારણ છે દુષ્કાળથી પીડાતા મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ. હૃતિકે જણાવ્યું છે કે તેઓ આ વર્ષે પાણીની તંગીના કારણે હોળી નહીં રમે.

hritik-roshan

હૃતિક રોશને લોકોને પણ અલી કરી છે કે તેઓ પણ હોળી ન રમે, કારણ કે હોળી રમતાં પાણીનો વ્યય થશે. હૃતિક રોશન આ વર્ષે માત્ર ચપટી ભર ગુલાલથી માત્ર હોળીનું શગુન કરશે. ઘરમાં ગુલાલ ઉપરાંત કોઈ રંગ નથી લાવવામાં આવ્યું. ગત વર્ષ સુધી હૃતિકના ઘરે હોળી પ્રસંગે વિપુલ માત્રામાં રંગો લવાતા હતાં, પરંતુ આ વખતે માત્ર ગુલાલ જ લાવવામાં આવ્યું છે.

જે લોકો હૃતિક રોશનને મળવા તેમના ઘરે પહોંચશે, હૃતિક તેમને ટીકો કરશે. હૃતિકનું કહેવું છે કે સૂકા રંગોથી પણ હોળી રમવી જોઇએ નહીં, કારણ કે તે જો ચડી જાય, તો તેને છોડાવવા પણ પાણી વપરાશે. સારૂં એ જ રહેશે કે આપણે પાણી બચાવવું જોઇએ. હૃતિક સાથે તેમના પત્ની, પિતા અને પરિવારના અન્ય સભ્યોએ પણ આવો જ નિર્ણય કર્યો છે.

English summary
Bollywood might be known for its famous Holi parties, but this year, Hrithik Roshan will refrain from joining in the celebration because of water shortage.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.