HT મોસ્ટ સ્ટાઇલીસ એવોર્ડ 2015 ગોઝ ટુ...
હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા આયોજીત મોસ્ટ સ્ટાઇલીસ એવોર્ડ 2015માં હાજર રહ્યા બોલિવુડના તમામ વૂ'ઝ વૂ. આ સ્ટાઇલીશ એવોર્ડમાં ડિઝાઇનર ગાઉન અને બેસ્ટ લૂકમાં આવેલી બોલિવૂડ બ્યૂટીઝે આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
એટલું જ નહીં બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાયને મોસ્ટ સ્ટાઇલીસ ગ્લોબલ આઇકોન એવોર્ડથી અહીં નવાજવામાં આવી. તો બીજી તરફ અભિનેત્રી સોનમ કપૂરને મોસ્ટ સ્ટાઇલીશ બોલિવૂડ એક્ટ્રેસ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો.
તો ચાલો ફોટા સ્લાઇડર દ્વારા અમે તમને જણાવીએ કંઇ કંઇ બોલીવુડ સેલિબ્રિટી હાજર રહી હતી આ પાર્ટીમાં. અને કંઇ કંઇ સેલેબ્રિટીને મળ્યો આ સ્ટાઇલીસ એવોર્ડ.
ઐશ્વર્યા રાય
એક તરફ જ્યાં એશને મોસ્ટ સ્ટાઇલીસ ગ્લોબલ આઇકોન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો ત્યાં જ બીજી તરફ અભિષેક બચ્ચન અને એશને મોસ્ટ સ્ટાઇલીસ કપન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. આમ એશ બેબી માટે આ ઇવેન્ટ રહી ડબલ વિનિંગ.
દિપિકા પાદુકોણ
વાઇટ ગાઉનમાં ખૂબ જ બ્યૂટીફુલ લાગતી હતી દિપિકા પાદુકોણ. એચટી એવોર્ડમાં દિપિકાને વૂમન ઓફ સબસ્ટન્ટનો એવોર્ડ એનાયત કર્યો.
શ્રધ્ધા કપૂર
આ ગ્લિટર ગાઇનમાં પોતાની ખૂબસૂરતીને ગ્લિટર કરતી શ્રધ્ધા કપૂરને આ એવોર્ડ ફંકશનમાં રિડર ચોઇઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
સોનાક્ષી સિન્હા
સોનાક્ષીએ પણ આ એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી. વાઇટ ગાઉનમાં સોનાની ખૂબસૂરતી કંઇક ખાસ જ નિખરતી હતી.
સોનમ કપૂર
ગ્રીન ગાઉનમાં ગ્લો કરતી સોનમ કપૂર બની મોસ્ટ સ્ટાઇલીશ બોલિવૂડ એક્ટ્રેસ ઓફ ધ યર.
હુમા ખુરેશી
આ સ્ટાઇલીશ એવોર્ડમાં હુમા આવી મોર્ડન લૂકમાં.
ગૌહર ખાન
ગૌહર ખાનને આ એવાર્ડ ફંકશનમાં મોસ્ટ સ્ટાઇલીશ ટીવી પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો.
ભૂમિ પેડનેકર
દમ લાગેકર હૈસા સ્ટાર ભૂમિએ પણ આ એવોર્ડ ફંક્શનમાં હાજર આપી હતી. જો કે આ મૂવી બાદ ભૂમિએ પોતાનું ધણું વજન ઉતાર્યું છે. અને એ વાત તો માનવી પડશે કે તે આ બ્લેક ડ્રેસમાં તે લાગતી હતી બોલ્ડ એન્ડ બ્યુટિફુલ.
મોનિકા ડોગ્રા
રેડ ગાઉનમાં આવેલી મોનિકાને મોસ્ટ સ્ટાઇલીશ ઇન્ડિયન મ્યુઝિસિયન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
અદિતી રાવ
અદિતિ રાવ પણ આ સ્ટાઇલીશ એવોર્ડમાં પોતાના સ્ટાઇલીશ લૂકને ઝલકાવ્યું હતું.
રિચા ચડ્ડા
રિચા ચડ્ડા આ ક્લાસી અટાયરમાં લાગતી હતી સૂપર હોટ.
દિયા મિર્ઝા
આ સ્ટાઇલીશ એવોર્ડ ફંકશનમાં દિયા મિર્યા પણ હાજર રહી હતી.