
હુમા કુરેશી દિલ્લીમાં બનાવશે 100 બેડની કોરોના હોસ્પિટલ, અભિયાનમાં મળ્યો હૉલીવુડના ડાયરેક્ટરનો સાથ
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ યથાવત છે. એવામાં દેશ-વિદેશના ઘણા સેલિબ્રિટી ભારતની મદદ માટે આગળ આવ્યા છે. આ લિસ્ટમાં હવે બૉલિવુડ અભિનેત્રી હુમા કુરેશીનુ પણ નામ જોડાઈ ગયુ છે. અભિનેત્રી હુમા કુરેશીએ કહ્યુ કે તે એક એનજીઓ સાથે મળીને દિલ્લીમાં 100 બેડવાળી એક અસ્થાયી કોવિડ કેર હોસ્પિટલ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર હુમા કુરેશીએ જણાવ્યુ કે તે ગ્લોબલ ચાઈલ્ડ રાઈટ્સ ઑર્ગેનાઈઝેશન સેવ ધ ચિલ્ડ્રન સાથે જોડાયેલી છે. આ સંસ્થા સાથે મળીને હુમા દિલ્લીમાં 100 બેડવાળી એક કોવિડ કેર હોસ્પિટલ બનાવવામાં લાગી ગઈ છે. જેમાં ઑક્સિજન પ્લાન્ટ હશે.
હુમાએ લોકોને આ અભિયાનમાં સપોર્ટ કરવાની અપીલ કરી છે અને એક ફંડ રેઈઝિંગ કેમ્પેઈન શરુ કર્યુ છે. હુમાને આ અભિયાનમાં સાથ આપવા માટે હૉલિવુડના આર્મી ઑફ ધ ડેડના ડાયરેક્ટર જેક સ્નાઈડરનો આગળ આવ્યા છે.
હુમા કુરેશીએ ટ્વિટર પર વીડિયો શેર કરીને કહ્યુ, 'તમારા લોકોની જેમ હું પણ આ જાનલેવા બીજી લહેરથી દુઃખી છુ અને ડરી ગઈ છુ. એવામાં આ એકબીજાની મદદ કરવાનો સમય છે. મે સેવ ધ ચિલ્ડ્રન સાથે હાથ મિલાવ્યો છે. દિલ્લીમાં મેડિકલ સિસ્ટમ ઉપર ખૂબ જ બોજ છે. દેશની રાજધાનીને આપણી મદદની જરૂર છે.'
ચીટર પ્રેમીને લઈને પોલિસ પાસે ગઈ પ્રેમિકા, ફર્યા સાત ફેરા
હુમાએ વધુમાં કહ્યુ કે, 'છેલ્લા અમુક સપ્તાહમાં હું સેવ ધ ચિલ્ડ્રન સાથે મળીને એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છુ. અમે એક દિલ્લીમાં 100 બેડવાળી એક હોસ્પિટલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ કોવિડ કેર સેન્ટરમાં શ્રેષ્ઠ ડૉક્ટર્સ અને પોતાનો ઑક્સિજન પ્લાન્ટ પણ હશે. જે કોવિડ દર્દીઓ ઘરે છે તેમને પણ અમે કોવિડ કિટ દ્વારા મદદ કરીશુ. આના માટે મે અને મારા પરિવારે ડોનેટ કર્યુ છે. પરંતુ આ કામ માટે અમને તમારી જરૂર છે. દરેક મદદ જિંદગી બચાવી શકે છે માટે નાનુ-મોટુ કંઈ પણ દાન કરો. હું તમને એકબીજાની મદદની અપીલ કરુ છુ.'