For Quick Alerts
For Daily Alerts
Must Watch Trailer : અનુરાગ કશ્યપની હંટર સાથે સવિતા ભાભી મોટા પડદે!
મુંબઈ, 17 જાન્યુઆરી : સવિતા ભાભી જાણીતું ભારતીય પોર્નોગ્રાફિક કાર્ટૂન કૅરેક્ટર છે અને લાગે છે કે નિર્માતા અનુરાગ કશ્યપ આ કાર્ટૂન કૅરેક્ટરને મોટા પડદે લાવવા તૈયાર છે.
અનુરાગ કશ્યપ તથા વિક્રમાદિત્ય મોટવાણે હંટર નામની એક વિચિત્ર ફિલ્મ સાથે આવી રહ્યાં છે કે જે સ્વાભાવિક રીતે એક યુવાનના ખરાબ પાસાનો ખુલાસો કરે છે. આ યુવાનનો રોલ કર્યો છે ગુલશન દેવૈયાએ.હંટરના નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે સવિતા ભાભી ફાઇનલી પોતાનું બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે.
અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણે નિર્મિત હંટરમાં ગુલશન દેવૈયા વાસુ નામના એક બગડેલા યુવાનનો રોલ કરી રહ્યાં છે કે જે સ્ત્રીની જરૂર સૂંઘી લે છે. વાસુ (ગુલશન દેવૈયા) દરેક સ્ત્રી ઉપર પોતાનો હાથ અજમાવે છે અને મોટાભાગે સફળ થાય છે.
દરમિયાન ટ્રેલરનો મોસ્ટ ટ્રાઇકિંગ પાર્ટ એ છે કે વાસુ પોતાના મોબાઇલ પર એક કૉલ રિસીવ કરે છે. મોબાઇલ સ્ક્રીન પર ફોન કરનારનું નામ સવિતા ભાભી દર્શાય છે. પછીના દૃશ્યમાં વાસુ મિસિસ સવિતા સહાય નેમ પ્લેટ ધરાવતા દરવાજે દસ્તક આપે છે.
હંટરના ટ્રેલરમાં કેટલાક ડાયલૉગ્સ નિઃશંકપણે વલ્ગર છે, પરંતુ સાથે-સાથે ફન્ની પણ છે. હર્ષવર્ધન કુલકર્ણી દિગ્દર્શિત હંટર ફિલ્મમાં ગુલશન દેવૈયા સાથે રાધિકા આપ્ટે પણ છે. રાધિકા અગાઉ શૈતાન, હેટ સ્ટોરી અને રામલીલા જેવી ફિલ્મોમાં દેખાઈ ચુક્યાં છે.
જુઓ ટ્રેલર :