• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘નવી પેઢીના માર્ગે કાંટો નહીં બનું, આજનું બાળક બાપનો પણ બાપ’

|

મુંબઈ, 22 માર્ચ : મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની પ્રતિભા અને સફળતાઓના બળે મહાનાયકનો ખિતાબ હાસલ કર્યો છે, પરંતુ તેઓ નવા કલાકારોની પ્રતિભાથી વિસ્મિત અને અંજાયેલા દેખાય છે. તેમનું કહેવું છે કે તેઓ લોકો જે પ્રકારની દોડમાં જોડાયેલા છે, તેમાં સામેલ નથી.

71 વર્ષીય બિગ બી અમિતાભ બચ્ચનનો આજે પણ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ઉપર કબ્જો છે કે જે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક દુર્લભ બાબત છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અમિતાભને હાલ તો પોતાની આગામી ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સની રિલીઝનો ઇંતેજાર છે.

અમિતાભ બચ્ચને બૉલીવુડ કૅરિયર સાત હિન્દુસ્તાની ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું અને ઝંજીર ફિલ્મ સાથે તેઓ સુપરસ્ટાર બન્યા હતાં. અમિતાભ આજે પણ સક્રિય છે અને તેમની છેલ્લી ફિલ્મ 2013માં સત્યાગ્રહ આવી હતી કે જેમાં પણ તેઓ લીડ રોલમાં હતાં. 2014માં તેમની પહેલી ફિલ્મ આવી રહી છે ભૂતનાથ રિટર્ન્સ કે જે ભૂતનાથની સિક્વલ છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કે અમિતાભ બચ્ચને આઈએએનએસને આપેલ ઇંટરવ્યૂમાં શું કહ્યું :

ભૂતનાથ લવલી પાત્ર

ભૂતનાથ લવલી પાત્ર

પ્રશ્ન - ફિલ્મ વડે બાળકો સાથે જોડાવું સૌથી મુશ્કિલ કામ છે. ભૂતનાથ રિટર્ન્સ જેવી ફિલ્મ દ્વારા બાળકો સાથે જોડાઈ કેવું લાગે છે?જવાબ - ભૂતનાથ એક લવલી પાત્ર છે. મારા મતાનુસાર બાળકોને તેની સાથે જોડાવું ગમે છે. અમને આશા છે કે તેઓ ભૂતનાથ રિટર્ન્સને પણ પસંદ કરશે.

આજનું બાળક બાપનો પણ બાપ

આજનું બાળક બાપનો પણ બાપ

પ્રશ્ન - આપનું પોતાના પરિવારના નાના બાળકો સાથે ઘણું લગાવ છે. આપે તેમની પાસે શું શીખ્યું?

જવાબ - એ જ કે આજકાલનું બાળક પોતાના બાપનો પણ બાપ છે.

ચૂંટણીની અસર નહીં થાય

ચૂંટણીની અસર નહીં થાય

પ્રશ્ન - ભૂતનાથ રિટર્ન્સ લોકસભા ચૂંટણી દરમિયાન રિલીઝ થઈ રહી છે. આપને લાગે છે કે આનાથી ફિલ્મ ઉપર કોઈ અસર પડશે?

જવાબ - મને એવું થવાની અપેક્ષા નથી.

સમય સાથે બધુ બદલાય

સમય સાથે બધુ બદલાય

પ્રશ્ન - છેલ્લા વર્ષોમાં ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં પરિવર્તન આવ્યો છે. આપ તેના વિશે શું વિચારો છો?

જવાબ - હા, જ્યારે સમય બદલાય, તો તેની સાથે ઘણુ બધુ બદલાતું હોય છે... વિચાર, સંકલ્પના, વાર્તા કહેવાની રીત, સંગીત... બધુ.

હું સામાન્ય માણસ

હું સામાન્ય માણસ

પ્રશ્ન - એક સુપરસ્ટાર-મહાનાયક હોવા સાથે એક સામાન્ય માણસનું જીવન જીવવું કેટલું મુશ્કેલીભર્યું છે?

જવાબ - આપે મને જે ઉપાધિઓ આપી, તેમાંનો હું કંઈ પણ નથી. આ ઉપાધિઓ મીડિયાએ ઉપજાવી છે. હું એક સામાન્ય માણસ છું અને સામાન્ય જીવન જીવુ છું.

અનુભવો મેળવવાનો પડકાર

અનુભવો મેળવવાનો પડકાર

પ્રશ્ન - તે કઈ બાબત છે કે જેથી આપ ફિલ્મોદ્યોગમાં જળવાઈ રહેવા માંગો છો?

જવાબ - વધુ રચનાત્મક અનુભવો લેતા રહેવાનો પડકાર.

હું ટોચનો અભિનેતા નથી

હું ટોચનો અભિનેતા નથી

પ્રશ્ન - આપ પોતાના જીવનના લગભગ 45 સાલ ફિલ્મ જગતને આપી ચુક્યાં છે. શું આપ આ વાતથી સંમત છો કે આપ હજીય ટોચના અભિનેતા છો અને નવા અભિનેતાઓને ટક્કર આપી રહ્યાં છો?

જવાબ - ચોક્કસ આવું નથી. હું તેમના માર્ગનો અવરોધક નથી.

અભિનેતા સિવાયના તમામ હોદ્દા સુખદ

અભિનેતા સિવાયના તમામ હોદ્દા સુખદ

પ્રશ્ન - આપ એક અભિનેતા, પતિ, પિતા, દાદા-નાના છો. સૌથી મુશ્કેલ હોદ્દો કયો છે અને કેમ?

જવાબ - એક અભિનેતાને થોડોક છોડી દો, તો બાકીના આ તમામ જિંદગીના સૌથી સુખદ હોદ્દા છે. હું એક પિતા, પતિ, દાદા-નાના થઈ ધન્યતા અનુભવુ છું.

English summary
His talent and successes have won him the title of megastar, but Amitabh Bachchan, who features in the wish-list of every director, seems to be in awe of fresh talent and says he's not in the same race as them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more