તનુશ્રી દત્તા: સાચું બોલવાની કિંમત ચૂકવી રહી છું, લીગલ નોટિસનો વાત સ્વીકારી
છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં ચાલી રહેલો નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ હવે નવા વળાંક પર આવી ગયો છે. નાના પાટેકર સાથે હવે નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પણ ઘેરાવામાં આવી ગયા છે. તનુશ્રી દત્તા હાલમાં ખુબ જ પરેશાન છે કારણકે તેમને નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રી ઘ્વારા લીગલ નોટિસ મળી છે, જેની જાણકારી તનુશ્રી દત્તાએ જાતે આપી છે. વિવેક અગ્નિહોત્રી અંગે અભિનેત્રી તનુશ્રી દત્તા ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ફિલ્મ ચોકલેટ શૂટિંગ દરમિયાન તેને જબરજસ્તી કપડાં ઉતારીને નાચવા માટે કહેવામાં આવતું હતું.
આ પણ વાંચો: તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર શક્તિ કપૂરે મજાક ઉડાવ્યો
આ વાત અંગે બંનેએ તનુશ્રી દત્તાને લીગલ નોટિસ મોકલી છે તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને સાચું બોલવાની કિંમત ચૂકવવી પડી રહી છે.
આ પણ વાંચો: તનુશ્રી-નાના વિવાદ પર રવીના ટંડનનું નિવેદન, સ્ટાર પત્નીઓ પર સાધ્યુ નિશાન
એટલું જ નહીં પરંતુ તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક એવા પાર્ટી વર્કર્સ પણ છે જેમના તરફથી સતત ધમકીઓ આવી રહી છે. જ્યારથી તનુશ્રી ઘ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારથી ઘણા લોકો વિચારમાં પડી ગયા છે.

અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા
અભિનેત્રી તનુશ્રી દત્તાએ સાફ શબ્દોમાં નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે આજથી 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે યૌન શોષણ કર્યું. એટલું જ નહીં પરંતુ પોલિટિકલ પાર્ટીને બોલાવીને તેની ગાડી પર હુમલો પણ કરાવ્યો. પરંતુ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કોઈએ પણ તેને સપોર્ટ નહીં કર્યો.

લીગલ નોટિસ
આ પહેલા પણ નાના પાટેકર તનુશ્રી દત્તાને લીગલ નોટિસ મોકલી ચુક્યા છે, જેમાં લખ્યું હતું કે તેઓ તેના માટે માફી માંગે. નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હંમેશા મીડિયાના સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. તેઓ ક્યાં પણ ભાગી નથી રહ્યા કારણકે તેમને કંઈ જ નથી કર્યું.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું
બોલિવૂડ તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.