• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'મારી પાસે સુંદર શરીર અને સારુ ફિગર હોય તો કેમ ન બતાવુ, કેમ શેર ન કરુ ગ્લેમરસ ફોટા?'

By Desk
|

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સૌંદર્યા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. સૌંદર્યા ઘણી વાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. આ ફોટા ઘણા વાયરલ પણ થતા રહે છે. સૌંદર્યાએ બોલ્ડ ફોટા શેર કરવા અંગે પૂછાયેલા સવાલ પર કહ્યુ કે જો તે આવા ફોટા શેર કરતી હોય તો એમાં ખોટુ શું છે. તેણે કહ્યુ કે મારુ શરીર સુંદર છે તો હું મારા ગ્લેમરસ ફોટા કેમ શેર ન કરુ.

પોતાના ફોટા શેર કરવાનુ ગમે છે

પોતાના ફોટા શેર કરવાનુ ગમે છે

ટીઓઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં સૌંદર્યાએ કહ્યુ કે મારી બૉડી સારી છે તો હું એને કેમ ન બતાવુ. જો મારુ ફિગર સારુ હોય તો પોતાના ગ્લેમરસ ફોટા શેર કરવાનો અધિકાર મને છે. સૌંદર્યાએ કહ્યુ કે તેને પોતાના ફોટા શેર કરવાનુ સારુ લાગે છે. ઘણી વાર સોશિયલ મીડિયા પર સારી કમેન્ટ નથી આવતી પરંતુ એનાથી પરેશાન ન થવુ જોઈએ.

સ્ટારકિડ્ઝથી થાય છે નવા લોકોને મુશ્કેલી

સ્ટારકિડ્ઝથી થાય છે નવા લોકોને મુશ્કેલી

સૌંદર્યાએ બૉલિવુડમાં નેપોટિઝન પર વાત કરીને કહ્યુ કે જો તમારુ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી તો પછી કામ મળવાનુ ખૂબ મુશ્ક્લ છે. અભિનેત્રીએ કહ્યુ કે મને ઘણી વાર ફિલ્મમાં રોલ મળ્યા, મોટા એક્ટરની અપોઝિટ પણ મારુ નામ ચાલ્યુ પછી કોઈ સ્ટાર કિડ માટે ફોન આવી જતા અને મને હટાવીને રોલ એને આપી દેવામાં આવતો.

'રક્તાંચલ 2'થી ઘણી આશા

'રક્તાંચલ 2'થી ઘણી આશા

ફિલ્મ રાંચી ડાયરીઝમાં ગુડિયાની ભૂમિકાથી ફેમસ થયેલ અભિનેત્રી સૌંદર્યા શર્મા હાલમાં રક્તાંચલનુ શૂટિંગ કરી રહી છે. સૌંદર્યા શર્માનુ કહેવુ છે કે અત્યાર સુધી ગ્લેમરલ ઈમેજ એટલી બની છે પરંતુ રક્તાંચલ 2થી તે આશા રાખે છે કે એક અભિનેત્રી તરીકે તેને વધુ ગંભીરતાથી લેવામાં આવશે. સૌંદર્યા શર્માએ કહ્યુ કે તે બાળપણથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી. આના માટે તે નાની ઉંમરમાં જ પોતાના ઘરેથી ભાગી ગઈ હતી.

English summary
I have good body so why not wear glamorous outfits: Soundarya Sharma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X