IIFA 2019: કેટરિના કૈફના લૂકના તમે કાયલ થઇ જશો
હાલમાં આઈફા 2019 માટે ખુબ જ જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે, જેના કારણે ઘણા સ્ટાર્સ તેની તૈયારી કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દર વર્ષે આ એવોર્ડ શો ભારતની બહાર યોજાયો હતો પરંતુ આ વખતે તે મુંબઈમાં જ કરવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન પહોંચેલા ઘણા સ્ટાર્સમાં કેટરિના કૈફે દરેકની નજર ખેંચી હતી. રેડ બેકલેસ ગાઉનમાં તે હોટ અને સુંદર લાગી રહી હતી. આ એવોર્ડ સોમવારે શરૂ કરવામાં આવ્યા હતો, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ જોવા મળી હતી.
કેટરિના કૈફ સિવાય અભિનેત્રી રકુલપ્રીત, રાધિકા આપ્ટે, અલી ફઝલ, વિકી કૌશલ, રિચા ચઢ્ઢા જેવા ઘણા સ્ટાર્સ આઈફાની ગ્રીન કાર્પેટ પર દેખાયા હતા. આ સ્ટારની શાનદાર તસવીરો પર એક નજર ચોક્કસ કરો

કેટરિના કૈફ
કેટરિના કૈફ આ એવોર્ડ ફંક્શનમાં ખુબ જ શાનદાર લાગી રહી હતી. કેટરિના કૈફે દરેકની નજર ખેંચી હતી. રેડ બેકલેસ ગાઉનમાં તે હોટ અને સુંદર લાગી રહી હતી.

વિકી કૌશલ
અભિનેતા વિકી કૌશલ આ શાનદાર અંદાઝમાં જોવા મળ્યા હતા. આઇફા એવોર્ડ દરમિયાન તેઓ ખૂબ જ હૅન્ડસમ દેખાતા હતા.

અલી ફઝલ અને રાધિકા આપ્ટે
અભિનેતા અલી ફઝલ અને રાધિકા આપ્ટે એક જ ફ્રેમમાં અદભૂત દેખાઈ રહ્યા છે. તેમની આ ફોટો સતત વાયરલ થઈ રહી છે.

રકૂલ પ્રીત
રકુલ પ્રીત તેની પોતાની શૈલીમાં આઈફા 2019 નો ભાગ બની હતી. તેણે તાજેતરમાં દે દે પ્યાર જેવી સુપર હિટ ફિલ્મ આપી છે.

રાધિકા મદન
અભિનેત્રી રાધિકા મદન પણ ત્યાં પહોંચી હતી. તેમની આ શાનદાર તસ્વીર પણ ઘણી વાયરલ થઇ રહી છે.

રિચા ચઢ્ઢા
અભિનેત્રી રિચા ચઢ્ઢા પણ આ એવોર્ડ ફંક્શનનો ભાગ બની હતી અને આઈફામાં પોતાની હાજરી નોંધાવી હતી.
ડાયરેક્ટરે મને કહ્યુ કિસિંગ સીન માટે મને Kiss કર, ઝરીન ખાનનો ખુલાસો