• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇલિયાના ડિક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી, પરસેવા છૂટી જશે

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

બર્ફી ફિલ્મથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રી પહેલી ફિલ્મથી જ ફિલ્મફેર એવોર્ડ પોતાના નામ કરવામાં સફળ રહી હતી. રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાના શાનદાર અભિનય વચ્ચે પણ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ એવી ઇલિયાના ડીક્રુઝના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

ઇલિયાના ડિક્રુઝ બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે ઘણીવાર વીડિયો અને ફોટા મૂકીને તેના ચાહકો સાથે વાતચીત કરે છે.

આપને જણાવી દઈએ કે હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજે પોતાના બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ થઈ ગયું અને બ્રેકઅપ બાદથી જ તે ચર્ચામાં બની રહી છે. બ્રેકઅપ બાદ ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર પણ એન્ડ્ર્યૂ નીબોને અનફોલો કરી દીધો છે.

આ પણ વાંચો: વાણી કપૂરે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરી

ઇલિયાના ડીક્રુઝને લોકોએ બર્ફી ફિલ્મ માટે ઘણો પ્રેમ આપ્યો બાદમાં તેમનું કરિયર થોડું ભટકી ગયું. પરંતુ હવે લાગી રહ્યું છે કે ઇલિયાના ડીક્રુઝનું કરિયર ફરીથી ટ્રેક પર આવી રહ્યું છે.

ઇલિયાના ડીક્રુઝ જેટલી ખુબસુરત છે એટલી જ સેક્સી અને ગ્લેમરસ પણ છે. ઇલિયાના ડીક્રુઝ સોશ્યિલ મીડિયા પર તેની ફોટો શેર કરતી રહે છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

મૂળ ગોવાની છે ઇલિયાના

મૂળ ગોવાની છે ઇલિયાના

ઇલિયાના ડીક્રૂઝ મૂળ ગોવાની છે. 30 વર્ષીય આ મોડેલ-એક્ટ્રેસનો જન્મ 1 નવેમ્બર, 1986ના રોજ થયો હતો. બોલિવૂડ પહેલાં તે તેલુગુ સિનેમામાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે.

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ

વર્ષ 2006માં આવેલી તેની તેલુગુ ફિલ્મ દેવાદાસુ માટે તેને ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એનાયત કરવામાં આવ્યો હતો. ઇલિયાના તેલુગુની બેસ્ટ લીડિંગ એક્ટ્રેસિસમાંની એક છે. જો કે, બોલિવૂડમાં ઝંપલાવ્યા બાદ તે મુંબઇમાં જ રહે છે.

બોલિવૂડ ડેબ્યૂ એવોર્ડ

બોલિવૂડ ડેબ્યૂ એવોર્ડ

વર્ષ 2012માં તે અનુરાગ બાસુની ફિલ્મ બરફીમાં રણબીર કપૂર સામે જોવા મળી હતી. તેના આ રોલને ક્રિટિકલ એપ્રિસિએશન તો મળ્યું જ હતું, સાથે જ ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ પણ તને મળ્યો હતો.

પહેલી ફિલ્મનો અનુભવ

પહેલી ફિલ્મનો અનુભવ

પોતાની પહેલી ફિલ્મ અંગે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પહેલી ફિલ્મ દેવાદાસુના શૂટિંગ વખતે હું ખૂબ રડી હતી. મારાથી પ્રેશર હેન્ડલ નહોતું થઇ શક્યું, હું ફિલ્મ છોડવા માંગતી હતી. પરંતુ મારી મમ્મીએ મને હિંમત આપી. રાત્રે લગભગ 3 વાગ્યા સુધી તેણે મને લેક્ચર આપ્યું. દેવાદાસુ ફિલ્મ હિટ રહી અને ત્યાર બાદ મારે પાછું વળીને જોવાની જરૂર નથી પડી.

ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી

ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્શન સમયે ઇલિયાનાએ કહ્યું હતું કે, તે ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી. ઇલિયાના યુએસમાં એક મેગા કોન્સર્ટમાં પર્ફોમ કરવા પહોંચી હતી. આ સમયે જ તેણે ડોનાલ્ડ ટ્રંપ અંગે નિવેદન આપ્યું હતું.

હું પોતાની જાતને ફેર નથી ગણતી

હું પોતાની જાતને ફેર નથી ગણતી

થોડા સમય પહલાં જ અભય દેઓલે ફેરનેસ ક્રિમ પ્રમોટ કરતાં સ્ટાર્સને આમ ન કરવા જણાવ્યું હતું. એ પહેલાં જ ઇલિયાનાએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, હું મારી જાતને ગોરી નથી માનતી. ઘણી એવી એક્ટ્રિસિસ છે, જેનો સ્કિન ટોન ડસ્કી છે, પણ ખુબ સુંદર છે. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે, સ્કિન કલરને સુંદરતા સાથે કોઇ લેવાદેવા નથી.

હેલ્ધી એ જ સુંદર

હેલ્ધી એ જ સુંદર

તેણે આગળ કહ્યું હતું કે, મારા મતે જો તમે હેલ્ધી છો અને ખુશ છો, તો તમે સુંદર છો. આ કારણે જ હું તે એન્ડોર્સ કરું છું. ઇલિયાના એક ફેરનેસ ક્રિમની ઇવેન્ટ પર પહોંચી હતી, જ્યાં તેણે આ વાત જણાવી હતી.

ફૂડ

ફૂડ

ઇલિયાનાને તેની મમ્મીની રસોઇ ખૂબ જ પ્રિય છે. જો કે તે સિવાય તે ઇટાલિયન અને ચાયનીઝ ખાવાની પણ ઇલિયાના શોખીન છે.

ઇલિયાનાને પૂછ્યું, વર્જિનિટી ક્યારે ગુમાવી?

ઇલિયાનાને પૂછ્યું, વર્જિનિટી ક્યારે ગુમાવી?

ઇન્સ્ટાગ્રામ પરના સેશન દરમિયાન, યુઝરે ઇલિયાનાને પૂછ્યું, 'તમે વર્જિનિટી ક્યારે ગુમાવી? પ્રશ્નના જવાબમાં, ઇલિયાનાએ જવાબ આપ્યો, "તમારી માતા શું કહેશે." અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર સવાલ-જવાબ સેશનનો ફોટો પણ શેર કર્યો છે. તમને જણાવી દઇએ કે આ માત્ર ઇલિયાના સાથે જ બન્યું નથી. થોડા દિવસો પહેલા જ એક્ટર ટાઇગર શ્રોફ સાથે કંઈક આવું જ બન્યું હતું.

બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ

બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ

બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજે પોતાના બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ થઈ ગયું અને બ્રેકઅપ બાદથી જ તે ચર્ચામાં બની રહી છે. બ્રેકઅપ બાદ ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર પણ એન્ડ્ર્યૂ નીબોને અનફોલો કરી દીધો છે.

જલદી જ આવશે ઈલિયાનાની આ ફિલ્મ

જલદી જ આવશે ઈલિયાનાની આ ફિલ્મ

જણાવી દઈએ કે ઈલિયાના ડિક્રૂજ હાલ અનીસ બજ્મીની ફિલ્મ પાગલપંતીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જૉન અબ્રાહ્મ, અનિલ કપૂર, કૃતિ ખરબંદા અને ઉર્વશી રૌતેલા પણ કામ કરી રહ્યા છે. અગાઉ તે હાલમાં જ તેલુગૂ ફિલ્મ અમર અકબર એન્થની અને તે પહેલા બૉલીવુડ ફિલ્મ રેડમાં જોવા મળી હતી.

English summary
ileana dcruz shared her latest hot pics on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X