• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગાયક મીકા સિંહની ધરપકડ, 12 હજાર ડૉલર જપ્ત

|

મુંબઈ, 7 ફેબ્રુઆરી : જાણીતા ગાયક મીકા સિંહની કસ્ટમ વિભાગે મુંબઈ ઍરપોર્ટ ખાતેથી ધરપકડ કરી છે. મીકા જેટ ઍરવેઝના વિમાન દ્વારા બૅંગકૉકથી મુંબઈ ઍરપોર્ટે ઉતર્યા હતાં. કસ્ટમ વિભાગે ઍરપોર્ટે મીકાની જડતી લેતા તેમની પાસેથી લગભગ 3 લાખ રુપિયા અને 12 હજાર અમેરિકી ડૉલર હાથ લાગ્યા હતાં. સીધા શબ્દોમાં કહીએ તો મુંબઈ ઍરપોર્ટે કસ્ટમ વિભાગે ગાયક મીકાની ફેમા કાનુનના ભંગ કરવાના આરોપસર ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ મીકા પરફૉર્મન્સ અર્થે 2 દિવસ માટે બૅંગકૉક ગયા હતાં. ગઈકાલે તેઓ પરત સ્વદેશ ફર્યાં. સાંજે લગભગ 7 વાગ્યે તેઓ જેટ ઍરવેઝની ફ્લાઇટથી મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યાં કે જ્યાં તલાશી બાદ પૂછપરછ માટે મીકાને કસ્ટડીમાં લઈ લેવાયાં. મીકા પાસેથી લગભગ 3 લાખ રુપિયા અને 12 હજાર અમેરિકી ડૉલર મળી આવ્યાં.

નોંધનીય છે કે કસ્ટમ એક્ટ મુજબ 5 હજાર અમેરિકી ડૉલર અને સાડા સાત હજાર રુપિયાથી વધુ રકમ સાથે રાખી કોઈ પણ યાત્રા નથી કરી શકાતી. કસ્ટમ એક્ટની કલમ 104 હેઠળ મીકાની ધરપકડ કરાઈ છે, પરંતુ આ એક્ટમાં જમાનત તરત જ મળી જાય છે. હાલ મીકાની મુંબઈ ઍરપોર્ટ ઉપર પૂછપરછ ચાલી રહી છે.

English summary
Singer Mika ran out of tune with the custom officials at the Mumbai Airport and was detained by the customs department for violation of FEMA rules.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X