For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામલીલાના પોસ્ટર સામે જયપુર કોર્ટે લગાવ્યો પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

જયપુર, 25 સપ્ટેમ્બર : અને આખરે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલાના પોસ્ટર સામે જયપુર કોર્ટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. જે પોસ્ટર બૅન કરાયું છે, તેમાં રણવીર સિંહ દીપિકા પાદુકોણીની ચોળી ખેંચી રહ્યાં છે. તેની નીચે લખેલું છે ગોલિયોં કી રાસલીલા. આ પોસ્ટર અંગે જયપુર કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. કેટલાંક ધાર્મિક સંગઠનોએ કોર્ટમાં ભાનુશાળી, દીપિકા તથા રણવીર વિરુદ્ધ શ્યામનગર પોલીસ સ્ટેશને કલમ 156 (3) હેઠળ એફઆરઆી નોંધાવી હતી.

ram-leela-poster

એફઆરઆઈમાં જણાવાયુ હતું કે ત્રણેએ રામલીલાના નામે અશ્લીતા પિરસી છે. તેથી ફિલ્મ ઉપર તાત્કાલિક પ્રતિબંધ ફરમાવવો જોઇએ. 16મી સપ્ટેમ્બરે લૉન્ચ કરાયેલ ફિલ્મના ટ્રેલરને હકારાત્મક પ્રત્યાઘાતો મળ્યા હતાં ઇંટરનેટ ઉપર, પરંતુ હવે કાનૂની આદેશના કારણે ફિલ્મની રિલીઝ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

માત્ર જયપુરમાં જ નહીં, રોમિયો-જૂલિયેટની ગુજરાતી આવૃત્તિને રામલીલા તરીકે લોકો સામે રજૂ કરનાર સંજય લીલા ભાનુશાળી વિરુદ્ધ રાષ્ટ્રવાદી શિવસેનાએ પણ મોર્ચો ખોલ્યો છે. ભાનુશાળી તથા તેમની ટીમ સામે લોકોની ધાર્મિક લાગણીઓ દુભવવાનો આરોપ છે. ભલે કેટલાંક જ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હોય, પણ ફૅન્સને રામલીલા ફિલ્મનો ઇંતેજાર છે કે જે 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે છે અને આ જોડી જોવા માટે લોકો આતુર છે.

English summary
Ram Leela Poster ban in Jaipur, The film calls itself ‘Ram Leela of bullets’ and that the official trailer of the film shows abusive language and intimate scenes between Ranveer Singh and Deepika Padukone said Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X