International Yoga Day: મલાઇકા અરોરાએ ખાસ અંદાજમાં યોગા કર્યા, જુઓ
નવી દિલ્હીઃ આખી દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કરોના મહામારીને જોતા આ વખતે કોઇ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં નથી આવ્યો. જે કારણે તમામ લોકો ઘરમાં જ યોગા કરી રહ્યા છે. બૉલીવુડ હસ્તીઓ પણ આમાંથી પાછળ નથી. મલાઇકા અરોરા, તાપસી પન્નૂ, શિલ્પા શેટ્ટી, સહિત કેટલીય હસ્તીઓએ ઘરમાં જ ખાસ અંદાજમાં યોગ કર્યા. જે બાદ ફોટો/વીડિયો પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યા.

મલાઇકા અરોરા માટે દરરોજ યોગા દિવસ
મલાઇકા અરોરા પોતાની ફિટનેસને લઇ ઘણી એક્ટિવ રહે છે. સામાન્ય રીતે તે જિમ અને ઘરે યોગાશન કરતી જોવા મળે છે. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક ખાસ વીડિયો જાહેર કર્યો. મલાઇકા મુજબ લૉકડાઉનમાં તેમણે ઘણા યોગા ક્લાસ મિસ કરી દીધા છે, પરંતુ આ દરમિયાન તેમણે ઘરે જ પ્રેક્ટિસ કરી. મલાઇકાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે જે લોકો મને માને છે તેમને ખબર જ છે કે મારા માટે દરરોજ યોગા દિવસ છે, આ યોગાએ જ મને સિખવ્યું છે.
|
આ મંત્રનો જાપ કરે છે શિલ્પા
બૉલીવુડમાં ફિટનેસની વાત આવે અને શિલ્પાનું નામ રહી જાય એવું બની ના શકે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શિલ્પાએ પણ પોતાના ઘરે સવારે સવારે યોગાભ્યાસ કર્યો. આ દરમિયાન તેમણે પોતાના પતિ રાજ કુન્દ્રા અને દીકરાને પણ યોગ સિખવ્યા. યોગ આસનની ફોટો શેર કરતા તેમણે ઇન્સ્ટાગ્રામ પર "તમસો મા જ્યોતિર્ગમય..." શ્લોક આખો લખ્યો. તેમણે જણાવ્યું કે તેઓ યગા કર્યા બાદ શાંતિ જાપ કરે છે. જ્યારે બીજા વીડિયોમાં તેમના પતિ અને દીકરો પણ શાંતિ પાઠનો જાપ કરતા જોવા મળ્યા.
|
તાપસી પન્નૂએ પણ પસ્ટ શેર કરી
યોગ દિવસ પર કોઇ કાર્યક્રમ આયોજિત ના થવાના કારણે તાપસી પન્નીએ પણ પોતાના ઘરે જ યોગાભ્યાસ કર્યો. જેને લઇ તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ નાખતા લખ્યું કે ભાગ્યનો એક અવિશ્વસનીય સ્ટ્રોક એ છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે જ સૂર્ય ગ્રહણ લાગી રહયું છે. એવામાં બધાએ થોડા સમય માટે ધ્યાન ધરવું જોઇએ. આ દરમિયાન બિપાશા બાસુ પણ પાછળ નથી રહી. તેમણે યોગ કરતા ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કર્યા અને તમામને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવી છે.
International Yoga Day 2020: સામાન્યથી લઇ ખાસ સુધી, બધાએ કર્યા યોગ, જુઓ તસવીરો