ઈરફાન ખાનનુ જવુ સિનેમા જગત માટે મોટી ખોટઃ રાષ્ટ્રપતિ કોવિંદ
અભિનેતા ઈરફાન ખાનના મોત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યુ છે. પોતાના ટ્વિટમાં રાષ્ટ્રપતિએ લખ્યુ, જાણીતા અભિનેતા ઈરફાન ખાનના કસમયે નિધનથી ખૂબ જ દુઃખ થયુ. તે દૂર્લભ પ્રતિભા-સંપન્ન કલાકાર હતા. તેમની વિવિધ ભૂમિકાઓની છાપ સદૈવ આપણા દિલોમાં અંકિત રહેશે. તેમના નિધનથી સિને જગતને તેમજ અગણિત પ્રશંસકો માટે અપૂરણીય ખોટ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઈરફાન ખાનના નિધન પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ. પીએમ મોદીએ લખ્યુ, ઈરફાન ખાનના નિધનથી સિનેમા અને થિયેટર જગતને મોટી ખોટ પડી છે. અલગ અલગ માધ્યમોમાં તેમના શાનદાર કામ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર, દોસ્તો અને ચાહકોને સાંત્વના આપુ છુ.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ, ઈરફાન ખાનના મૃત્યુના સાંભળીને ખૂબ જ દુઃખ થયુ. તે એક બહુમુખી અને પ્રતિભાશાળી એક્ટર હતા. ઈરફાન વિશ્વ સિનેમા માટે ભારતના બ્રાંડ એમ્બેસેડર હતા જે આજે આપણે ગુમાવી દીધા. આપણે હંમેશા તેમને યાદ કરીશુ. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને તેમના ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વિટ કર્યુ, મને આપણા દેશના સૌથી બહુમુખી અભિનેતા ઈરફાન ખાનના નિધન વિશે સાંભળીને ચોંકી ગયો. તેમના પરિવાર, દોસ્તો અને પ્રશંસકોને મારી હાર્દિક સંવેદના. ઈશ્વર તેમને શક્તિ આપે. તેમની આત્માને શાંતિ મળે. તમને જણાવી દઈએ કે ઈરફાનના માતપિતા રાજસ્થાનના જ હતા.
ઈરફાન ખાનનુ નિધન બુધવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થઈ ગયુ. ઈરફાનની હાલત ગંભીર હતી અને તે આઈસીયુમાં હતુ. તેમને કોલન ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 2 વર્ષ પહેલા માર્ચ 2018માં ઈરફાન ખાનને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યુમર થયુ હતુ. જેના ઈલાજ માટે તે લંડન ગયા હતા. ત્યારબાદથી સતત તેમની તબિયત ખરાબ હતી.
આ પણ વાંચોઃ ઈરફાન ખાનની અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો, મુંબઈ કબ્રસ્તાનમાં દફનાવાયુ શબ