ઈરફાન ખાનના અંતિમ શબ્દો હતા, 'અમ્મા મુઝે લેને આઈ હે...'
પ્રતિભાવાન અભિનેતા ઈરફાન ખાન 29 એપ્રિલ 2020ના રોજ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા. તેમને પોતાની મા સાથે ખૂબ જ લગાવ હતો. અંતિમ શ્વાસ સુધી તેમના મુખે માનો જ ઉલ્લેખ રહ્યો. બુધવારે બપોરે 3 વાગે મુંબઈના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં ઈરફાન ખાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લૉકડાઉનના કારણે તેમની અંતિમ યાત્રામાં 20 લોકોને જવાની મંજૂરી મળી.

પત્નીને જણાવ્યુ મા વિશે
મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે સવારે જ્યારે તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ઈરફાને અચાનક પોતાની પત્ની સુતાપા સિકંદરને જણાવ્યુ કે અમ્મા(મા) રૂમમાં હતી. તેમને એવુ લાગી રહ્યુ હતુ કે તે પોતાની મોતનુ દુઃખ ઓછુ કરવા માટે આવી હતી. ઈરફાને સુતાપાને કહ્યુ, 'જો, તે મારી બાજુમાં બેઠી છે. અમ્મા મને લેવા આવી છે...' આ સાંભળીને તેમની પત્ની ખૂબ જ રડવા લાગ્યા. આ છેલ્લા શબ્દો સાથે દુનિયાથી અલવિદા કહી ગયા.

સંભળાવ્યા કરતા હતા મુનવ્વર રાણા
માને અનહદ પ્રેમ કરનાર ઈરફાન ખાન હંમેશા શાયર મુનવ્વર રાણાના શેર સંભળાવતા હતા અને કહેતા કે હજુ જીવતી મારી મા, મને કંઈ નહિ થાય, હું ઘરેથી જ્યારે નીકળુ છુ દુઆ પણ સાથે ચાલે છે. 25 એપ્રિલે ઈરફાન ખાનની મા સઈદા બેગમનુ નિધન થઈ ગયુ. લૉકડાઉનના કારણે તે મા સાથે છેલ્લી વાર મુલાકાત પણ કરી શક્યા નહોતા. વીડિયો કૉન્ફરન્સિંગથી તેમણે માના અંતિમ દર્શન કર્યા.

માની પાછળ પાછળ હું પણ જતો રહીશ
ઈરફાન કહેતા હતા કે મા આટલા વર્ષ જીવતી રહી કારણકે ઈરફાન તેમને કહેતા હતા, જો તુ જતી રહી, તો પાછળ-પાછળ હું પણ જતો રહીશ. પહેલા મા અને હવે ઈરફાન ખાનના મોતથી તેમનો પરિવાર શોકમાં છે. ઈરફાન ખાનના ભાઈએ કહ્યુ કે ઈરફાન ભાઈ માને છેલ્લી વાર ન મળી શક્યા એટલે માને ડાયરેક્ટ મળવા પહોંચી ગયા.
આ પણ વાંચોઃ ઈરફાન ખાનનુ જવુ સિનેમા જગત માટે મોટી ખોટઃ રાષ્ટ્રપતિ કોવિંદ