For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર સામે લડી રહેલા ઈરફાન ખાને ફેન્સને લખ્યો ભાવુક પત્ર

બોલિવુડના સૌથી શાનદાર અભિનેતાઓમાંના એક ઈરફાન ખાન હાલમાં ભારત અને બોલિવુડથી દૂર લંડનમાં ગંભીર બિમારી સામે જંગ લડી રહ્યા છે.‘કારવાં' ના પ્રમોશનલ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે એક ખૂબ જ ભાવુક પત્ર લખ્યો.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના સૌથી શાનદાર અભિનેતાઓમાંના એક ઈરફાન ખાન હાલમાં ભારત અને બોલિવુડથી દૂર લંડનમાં ગંભીર બિમારી સામે જંગ લડી રહ્યા છે. આ જંગ તેમને તેમના કામ અને ફેન્સથી દૂર નથી કરી શકતી. હાલમાં જ તેમણે પોતાની આવનારી ફિલ્મ 'કારવાં' અંગે એક અંગ્રેજી વર્તમાનપત્રને ઈન્ટરવ્યુ આપ્યો. ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે એક ખૂબ જ ભાવુક પત્ર લખ્યો છે. જેને વાંચીને દરેક જણ ભાવુક થઈ ગયા. આ પત્ર તેમના પર ગુજરી રહેલ દરેક ઘટનાનું વર્ણન કરે છે. આ ભાવુક પત્રમાં તેમણે પોતાના મનની વ્યથા વ્યક્ત કરી છે.

ન્યૂરોએન્ડ્રોક્રાઈન નામની દુર્લભ બિમારી

ન્યૂરોએન્ડ્રોક્રાઈન નામની દુર્લભ બિમારી

ઈરફાને ટ્વિટર પર જણાવ્યુ કે ન્યૂરોએન્ડ્રોક્રાઈન નામની દુર્લભ બિમારીથી તેઓ પિડાઈ રહ્યા છે. તેનો ઈલાજ કરાવવા માટે તેઓ લંડન ગયા છે. આ દરમિયાન તેમણે પોતાના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા પોતાના દરેક સમાચારોથી વાકેફ રાખ્યા. તેમના ચાહકોએ પણ તેમને લાખો-કરોડો પત્રો અને તેમના જલ્દી સાજા થવાની દુઆઓ મોકલી. હાલમાં જ તેમનો એક પત્ર સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આગળ વાંચો તેમનો ભાવુક પત્ર -

મને આ ડર અને પીડા નથી જોઈતી

મને આ ડર અને પીડા નથી જોઈતી

"થોડા મહિના પહેલા અચાનક મને ખબર પડી કે હું ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સરગ્રસ્ત છું. આ શબ્દ મે પહેલી વાર સાંભળ્યો હતો. જ્યારે મે આના વિશે સર્ચ કર્યુ તો જાણ્યુ કે આના પર વધુ કંઈ સંશોધન થયુ નથી. આના વિશે વધુ જાણકારી પણ ઉપલબ્ધ નહોતી. આ એક દુર્લભ શારીરિક અવસ્થાનું નામ છે અને આના કારણે તેના ઈલાજની અનિશ્ચિતતા વધુ છે... ‘અત્યાર સુધી તો હું ઝડપી ટ્રેનમાં સફર કરી રહ્યો હતો. મારા કેટલાક સપના હતા.. થોડી ઈચ્છાઓ હતી.. કોઈ લક્ષ્ય હતા...પછી મને કોઈએ હલાવીને જગાડી દીધો. મે પાછુ વળીને જોયુ તો તે ટીસી હતો. તેણે કહ્યુ તમારુ સ્ટેશન આવી ગયુ છે. મહેરબાની કરીને નીચે ઉતરી જાવ - હું કન્ફ્યુઝ હતો.. મે કહ્યુ - ના ના હજુ મારુ સ્ટેશન આવ્યુ નથી. તેણે કહ્યુ - ના તમારે આગળના કોઈ સ્ટોપ પર ઉતરવુ પડશે. આ ડર અને પીડા વચ્ચે હું મારા દીકરાને કહુ છુ, હું ગમે તેમ કરીને સાજો થવા માંગુ છુ. મને મારા પગ પર ઉભા રહેવુ છે. મને આ ડર અને પીડા નથી જોઈતી."

જિંદગી અને મોત વચ્ચે એક લાંબો રોડ છે...બસ આ રોડ

જિંદગી અને મોત વચ્ચે એક લાંબો રોડ છે...બસ આ રોડ

થોડા અઠવાડિયા પછી હું એક હોસ્પિટલમાં ભરતી થઈ ગયો. ખૂબ જ પીડા થઈ રહી છે... "હું જે હોસ્પિટલમાં ભરતી થયો છું તેમાં બાલકની પણ છે... બહારનું દ્રશ્ય દેખાય છે. કોમા વોર્ડ બરાબર ઉપર છે. રસ્તાની એક તરફ મારી હોસ્પિટલ છે અને બીજી તરફ લોર્ડ્ઝ સ્ટેડિયમ છે...આ પીડા વચ્ચે મે ત્યાં વિવિયન રિચર્ડ્ઝનો હસતો ફોટો જોયો. મને એવુ લાગ્યુ કે આ દુનિયામાં મારી કમી હતી જ નહિ. હવે એ તરફ જોઈને એવુ લાગે છે કે જિંદગી અને મોત વચ્ચે એક લાંબો રોડ છે...બસ આ રોડ."

બધા મારી તંદુરસ્તી માટે દુઆ કરી રહ્યા છે

બધા મારી તંદુરસ્તી માટે દુઆ કરી રહ્યા છે

ઈરફાને પોતાના પત્ર સાથે એક ફોટો પણ શેર કર્યો છે. તેણે પોતાના ફેન્સ માટે કહ્યુ કે, "આ સફરમાં આખી દુનિયાના લોકો... બધા મારી તંદુરસ્તી માટે દુઆ કરી રહ્યા છે, આ બધી દુઆઓ મળીને એક થઈ ગઈ છે અને તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે."

English summary
Irrfan Khan wrote emotional letter detailing his battle with cancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X