#MeTooમાં ફસાયેલ વિકાસ બહલને ડેટ કરી રહી છે ગૌહર ખાન?
બિગ બૉસ 7ની વિજેતા ગૌહર ખાનની અંગજ જિંદગી સાથે જોડાયેલ કેટલાક અહેવાલો સામે આવ્યા છે. ચર્ચા થઈ રહી છે કે "ક્વીન'ના ડિરેક્ટર વિકાસ બહેલને ગૌહર ખાન ડેટ કરી રહી છે. બંને વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનતી જઈ રહી છે. પરંતુ એક્ટ્રેસના નજીકના મિત્રોએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. ગૌહર ખાનના હવાલેથી તેમના મિત્રએ કહ્યું કે 'જે કહેવાઈ રહ્યું છે તે સત્ય નથી. ગૌહર અને વિકાસ માત્ર સારા મિત્રો છે.'

થઈ રહી છે ચર્ચા
સ્પૉટબૉયના રિપોર્ટ મુજબ ગૌહર ખાન અને વિકાસ બહલ એક કૉમન ફ્રેન્ડ તરીકે મળ્યા હતા. બંનેની મુલાકાત વિકાસ બહલ #MeTooમાં ફસાયો તેની પહેલા થઈ હતી. ગૌહર ખાને વિકાસને દરેક મુશ્કેલ સમયે સાથ આપ્યો છે. હંમેશા એક્ટ્રેસ વિકાસ બહલની ઑફિસ કે ઘર પર જોવા મળે છે.
|
શું કહ્યું ગૌહરના મિત્રએ?
ગૌહર ખાનના એક મત્રએ કહ્યું કે, 'ગૌહર એ જાણવા માગે છે કે કેમ એક પુરુષ અને એક સ્ત્રી દોસ્ત ન હોય શકે? વિકાસ અને ગૌરહ ખાન માત્ર સારા મિત્રો છે. હાં તે બંને હંમેશા મળે છે. પરંતુ તેનો એ મતલબ બિલકુલ નથી થતો કે તે બંને કપલ છે.' જણવા દઈએ કે વિકાસ બહલ પર મિ ટૂ કેમ્પેઈન અંતર્ગત યૌન શોષણના ગંભીર આરોપો લાગી ચૂક્યા છે.
|
વિકાસ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ
એક્ટ્રેસની અન્ય એક ફ્રેન્ડે કહ્યું કે, 'વિકાસ બહલ સાથે ગૌહર ખાનનો સંબંધ બહુ સારો છે. પરંતુ તે ડેટ નથી કરી રહી.' જણાવી દઈએ કે કેટલાક સમય પહેલા વિકાસ બહલ વિરુદ્ધ એક મહિલાએ છેડતીનો આરોપ લગાવ્યો હતો. ફિલ્મ બૉમ્બે વેલવેટના પ્રમોશનલ ટૂર દરમિયાન ક્રૂમાં સામેલ એક મહિલાએ વિકાસ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પરિણામ સ્વરૂપ સુપર 30 ફિલ્મ વિકાસ બહલના હાથમાંથી નીકળી ગઈ છે.
રિવેન્જ અફેર કરવામાં મહિલાઓ સૌથી આગળ, બેવફાઈ મળ્યા બાદ લે છે બદલો