• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : રીમેકની ‘સલમાનશાહી’ જાળવી શકશે જય હો?

|

મુંબઈ, 25 જાન્યુઆરી : બૉલીવુડમાં છેલ્લા કેટલાંક વર્ષોથી રીમેક ફિલ્મોની બોલબાલા છે. બૉલીવુડના ઘણા બધા દિગ્દર્શકો જૂની ફિલ્મોની રીમેક બનાવી રહ્યાં છે કે જેથી જૂની ફિલ્મોના નામનો નવી રીમેકને ફાયદો થાય.

પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે બૉલીવુડમાં જૂની કે અન્ય ભાષાઓની ફિલ્મોની રીમેક બનાવવાનો સિલસિલો દબંગ સલમાન ખાને શરૂ કર્યો હતો. સલમાન અત્યાર સુધી ડઝનબંધ ફિલ્મોની રીમેક ફિલ્મો કરી ચુક્યાં છે અને ગઈકાલે રિલીઝ થયેલી જય હો પણ આ જ શ્રેણી હેઠળ આવે છે. જય હો સામે એક તરફ ધૂમ 3, ક્રિશ 3 અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોના રેકૉર્ડ્સ તોડવાનું દબાણ છે, તો બીજી બાજુ જય હોની સફળતા દ્વારા રીમેકની બાબતમાં સલમાન ખાનની રાજાશાહીની પરીક્ષા પણ થશે.

સલમાન ખાનની અત્યાર સુધીની મોટાભાગની રીમેક ફિલ્મો સફળ રહી છે અને ફૅન્સને અપેક્ષા છે જ કે જય હો પણ મોટા-મોટા રેકૉર્ડ્સ બનાવશે. ફિલ્મે જે રીતે પહેલા જ દિવસે 20 કરોડની કમાણી કરી છે, તેનાથી લોકોની આશાઓ સફળ થઈ શકે છે. અહીં એ યાદ અપાવવની જરૂર નથી કે સલમાન ખાનની જય હો ફિલ્મ તેલુગુ ફિલ્મ સ્ટાલિનની રીમેક છે.

સલમાન ખાનની પ્રથમ રીમેક ફિલ્મ લવ હતી કે જે તેલુગુ ફિલ્મ પ્રેમની રીમેક હતી. લવથી શરૂ થયેલી સલમાનની રીમેક ફિલ્મોની સફર જય હો બાદ કિક સુધી પણ જળવાઈ રહેવાની છે અને અફવાઓ તો એવી છે કે સલમાન કિક પછી પણ અનેક એવી ફિલ્મોની રીમેક ફિલ્મોમાં કામ કરવાનો ઇરાદો ધરાવે છે.

આવો તસવીરો વડે બતાવીએ સલમાનની રીમેક ફિલ્મોની સફર.

પ્રેમ-લવ

પ્રેમ-લવ

સાથિયા યે તૂને ક્યા કિયા... આ સુપરહિટ ગીત કોણ ભુલી શકે છે કે જે એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ અને કે. એસ. ચિત્રાએ ગાયુ હતું? સુરેશ કૃષ્ણાની આ ફિલ્મમાં સલમાન ખાન અને રેવતી મેનન હતાં. બહુ ઓછા લોકોને ખબર છે કે લવ તેલુગુ બ્લૉગબસ્ટર ફિલ્મ પ્રેમની રીમેક હતી, કારણ કે તે સમયે રીમેકની બોલબાલા નહોતી. પ્રેમમાં વેંકટેશ અને રેવતી હતાં. જોકે ફિલ્મ સરેરાશ રહી હતી.

નદિયા કે પાર-હમ આપકે હૈં કૌન

નદિયા કે પાર-હમ આપકે હૈં કૌન

રાજશ્રી પ્રોડક્શનની હમ આપકે હૈં કૌન એક પારિવારિક ફિલ્મ હતી. તે રાજશ્રી પ્રોડક્શનની જૂની ફિલ્મ નદિયા કે પાર (1982)ની રીમેક હતી કે જે અલ્હાબાદમાં સતત એક વર્ષ સુધી હાઉસફુલ રહી હતી. હમ આપકે હૈં કૌનમાં પણ સલમાન ખાન જ હતાં. તેમની સાથે માધુરી દીક્ષિત હતાં. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી અને તેને ફિલ્મફૅર ઍવૉર્ડ હાસલ થયો હતો. હમ આપકે હૈં કૌન હિન્દી સિનેમા ઇતિહાસની બીજી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ હતી.

હેલ્લો બ્રધર-જુડવા

હેલ્લો બ્રધર-જુડવા

ડેવિડ ધવનની જુડવા તેલુગુ ફિલ્મ હેલ્લો બ્રધરની રીમેક હતી. જુડવામાં સલમાન ડબલ રોલમાં હતાં. તેમની સાથે કરિશ્મા કપૂર અને રંભા હતાં. હેલ્લો બ્રધરમાં જૅકી ચાનની ટ્વિન ડ્રૅગન્સના પણ કેટલાંક અંશો હતાં. જુડવા 1997ની સાતમી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ હતી.

સાથી લીલાવતી-બીવી નં. 1

સાથી લીલાવતી-બીવી નં. 1

ડેવિડ ધવનની જ બીવી નં. 1 ફિલ્મ કમલ હસનની તામિળ ફિલ્મ સાથી લીલાવતીની રીમેક હતી. બીવી નં. 1માં પણ સલમાન ખાન હતાં. તેમની સાથે કરિશ્મા કપૂર, સુષ્મિતા સેન, અનિલ કપૂર અને તબ્બુ હતાં. સાથી લીલાવતી અમેરિકન ફિલ્મ શી-ડેવિલથી પ્રેરિત હતી. બીવી નં. 1 ફિલ્મ 1999ની બ્લૉકબસ્ટર ફિલ્મ રહી હતી.

ધ વેડિંગ સિંગર-કહીં પ્યાર ના હો જાયે

ધ વેડિંગ સિંગર-કહીં પ્યાર ના હો જાયે

સલમાન ખાન અને રાણી મુખર્જીની કહીં પ્યાર ના હો જાયે ફિલ્મ ધ વેડિંગ સિંગર ફિલ્મની રીમેક હતી. ધ વેડિંગ સિંગરમાં એડમ સૅન્ડલર તથા ડ્ર્યૂ બૅરીમોર હતાં. કહીં પ્યાર ના હો જાયે ફ્લૉપ રહીહતી, પરંતુ તેના ગીતો લોકજીભે ચડ્યા હતાં.

થલવટ્ટમ-ક્યોં કિ

થલવટ્ટમ-ક્યોં કિ

પ્રિયદર્શનની ક્યોં કિ મલયાલમ ફિલ્મ થલવટ્ટમની રીમેક હતી. તેની વાર્તા અંગ્રેજી નવલકથા વન ફ્લ્યૂ ઓવર ધ કુકૂ'સ નેસ્ટથી પ્રેરિત હતી. ક્યોં કિ ફિલ્મમાં સલમાનની બહેતર પરફૉર્મન્સ હતી. તેમની સાથે કરીના કપૂર હતાં. જોકે ફિલ્મ બૉક્સ ઑફિસે ખાસ નહોતી ચાલી. એમ કહેવાયુ હતું કે ફિલ્મમાં સલમાનના સ્થાને શાહરુખ ખાન હોત તો ફિલ્મ ચાલી જાત.

સેતુ-તેરે નામ

સેતુ-તેરે નામ

બાલા લિખિત, સલમાન ખાન અને ભૂમિકા ચાવલા અભિનીત તેરે નામ તામિળ ફિલ્મ સેતુની રીમેક હતી. સેતુના દિગ્દર્શક પોતે બાલા જ હતાં. એમ કહેવાયું કે તેરે નામ ફિલ્મ સલમાન અને ઐશ્વર્યા રાયની રીયલ લાઇફ રિલેશનશિપ પર આધારિત છે. તેરે નામ ફિલ્મમાં સલમાનનો તે વખત સુધીનું સૌથી બેસ્ટ પ્રદર્શન હતું. તેના ગીતો ખૂબ હિટ રહ્યા હતાં અને ફિલ્મ 2003ની હાઇએસ્ટ ગ્રોસર રહી હતી.

પોકિરી-વૉન્ટેડ

પોકિરી-વૉન્ટેડ

સલમાન ખાન અને આયેશા ટાકિયાની હિટ ફિલ્મ વૉન્ટેડ પુરી જગન્નાથ નિર્મિત અને પ્રભુ દેવા દિગ્દર્શિત સુપરહિટ તેલુગુ ફિલ્મ પોકિરીની રીમેક હતી. પ્રભુ દેવા દિગ્દર્શિત વૉન્ટેડે બૉક્સ ઑફિસે ઘણાં રેકૉર્ડ્સ તોડ્યા હતાં. પોકિરીમાં મહેશ બાબુ અને ઇલિયાના ડિક્રૂઝ લીડ રોલમા હતાં. કહે છે કે વૉન્ટેડમાં આયેશા પહેલાં અસીનને એપ્રોચ કરાઈ હતી.

રેડી-રેડી

રેડી-રેડી

સલમાન-અસીનની ફિલ્મ રેડી તેલુગુ ફિલ્મ રેડીની રીમેક હતી. તેલુગુમાં રામ અને જેનેલિયા લીડ રોલમાં હતાં. સલમાનની રેડીએ 14 દિવસમાં 121 કરોડ રુપિયાની કમાણી કરી 100 કરોડ ક્લબમાં પોતાનો સમાવેશ કર્યો હતો. તે 2011માં બૉલીવુડની સેકેંડ હાઇએસ્ટ ગ્રોસિંગ અને બૉલીવુડના ઇતિહાસમાં આઠમી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ રહી હતી (2012 સુધી).

બૉડીગાર્ડ-બૉડીગાર્ડ

બૉડીગાર્ડ-બૉડીગાર્ડ

બૉડીગાર્ડ પણ રેડીની જેમ મલયાલમય ફિલ્મ બૉડીગાર્ડની રીમેક હતી. તેનું પણ નામ તે જ રાખવામાં આવ્યુ હતું. હિન્દીમાં સલમાન અને કરીના કપૂર હતાં, તો મલયાલમમાં દિલીપ અને નયનતારા હતાં. સલમાનની બૉડીગાર્ડે અનેક રેકૉર્ડ તોડ્યાં. તેણે 7 દિવસમાં 141 કરોડની કમાણી કરી હતી. બૉડીગાર્ડ પણ બૉલીવુડના ઇતિહાસની ત્રીજી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ હતી. (2012 સુધી).

અન્ય ફિલ્મો

અન્ય ફિલ્મો

સલમાનની અન્ય ફિલ્મો પણ રીમેક હતી. હમ તુમ્હારે હૈં સનમ તામિળ ફિલ્મ થોટ્ટા ચિનુંગીની રીમેક હતી, તો દિલ ને જિસે અપના કહા હૉલીવુડ ફિલ્મ રિટર્ન ટુ મીની રીમેક હતી. એક લડકા એક લડકી તથા નો એન્ટ્રી ક્રમશઃ અમેરિકન ફિલ્મ ઓવરબોર્ડ તથા તામિળ ફિલ્મ ચાર્લી ચૅપલિન ઉપર આધારિત હતી. સાજન ફ્રેન્ચ નાટક સિરાનો ડે બર્જરિકથી પ્રેરિત હતી, તો હમ દિલ દે ચુકે સનમની વાર્તા બંગાળી નવલકથા ના હન્યાતેમાંથી ઉપાડવામાં આવી હતી.

સ્ટાલિન-જય હો

સ્ટાલિન-જય હો

રીમેકની શ્રેણીમાં સલમાન ખાન હવે લઈને આવ્યાં છે જય હો કે જે તેલુગુ ફિલ્મ સ્ટાલિનની રીમેક છે. જય હોએ પહેલા જ દિવસે વીસ કરોડ કમાવી લીધાં છે અને જય હો દ્વારા રીમેકની સલમાનશાહીની પણ પરીક્ષા થવાની છે.

કિક-કિક

કિક-કિક

સલમાન ખાનની આવનાર ફિલ્મોમાં કિક તેલુગુ ફિલ્મ કિકની રીમેક છે. તેલુગુમાં રવિ તેજા તથા ઇલિયાના ડિક્રૂઝ લીડ રોલમાં હતાં. એમ પણ ચર્ચા છે કે સલમાનની આગામી ફિલ્મ રાધે એક પંજાબી ફિલ્મની રીમેક હશે. એવી પણ અફવાઓ છે કે સોહેલ ખાન જે તેમની આગામી ફિલ્મ સલમાનને લઈને બનાવવાના છે, તે તેલુગુ હિટ ફિલ્મ બૃંદાવનમની રીમેક હશે.

English summary
Salman Khan is the remake king of bollywood. Jai Ho is the another remake by Salman Khan. Now the question, Is Salman mantain him as king of remake by Jai Ho?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more