For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુણાલના પ્રેમમાં કેદ છે બચ્ચન ખાનદાનની આ દીકરી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 ડિસેમ્બર : નૈના બચ્ચન... હા જી, અમિતાભ બચ્ચનના ભત્રીજી, અભિષેક બચ્ચનના પિતરાઈ બહેન એટલે કે અજિતાભ બચ્ચનના પુત્રી છે. નૈના મુંબઈમાં જ રહે છે, કારણ કે તેમનો શોખ થિયેટર કલાકાર બનવાનો છે. આ નૈના બચ્ચન આજકાલ બૉલીવુડ અભિનેતા કુણાલ કપૂરના પ્રેમમાં ગિરફ્તાર છે.

kunal-naina
સાંભળવામાં આવે છે કે કુણાલ-નૈના વચ્ચે પ્રેમલીલા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, પણ બંનેએ અત્યાર સુધી જાહેરમાં પોતાના સંબંધો અંગે કોઈ ટિપ્પણી કરી નથી. દરમિયાન તાજેતરમાં જ આમિર ખાનના પુત્ર આઝાદની બર્થ ડે પાર્ટીમાં કુણાલ અને નૈના બંને એક સાથે એક જ કારમાં પહોંચ્યાં. એટલુ જ નહીં નૈના આ પાર્ટીમાં ફુલટાઇમ કુણાલ સાથે જ નજરે પડ્યાં. આ પાર્ટીમાં હાજર અમિતાભનો આખો પરિવાર હાજર હતો.

આમિર ખાનના ઘરે નૈના-કુણાલની આ પ્રકારે એક સાથે અપાયેલી હાજરી બાદ અફવાઓનો બજાર ગરમ છે કે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. કળા પ્રેમી નૈનાએ લંડનમાંથી ઇનવેસ્ટમેંટ બૅંકરની નોકરી છોડી થિયેટર કલાકાર બનવું વધુ યોગ્ય માન્યું અને તેથી તેઓ મુંબઈ વસી ગયાં છે. કુણાલ સાથે તેમની મુલાકાત થિયેટરમાં કોઈ નાટકના મંચન દરમિયાન થઈ. કુણાલ પણ એક સારા થિયેટર કલાકાર છે. બંનેના રસ એક સરખા હોવાના કારણે જ મૈત્રી થઈ કે જે હવે પ્રેમમાં બદલાઈ ગઈ લાગે છે.

English summary
There have been rumours of Kunal Kapoor dating Naina Bachchan for a while. Naina is Amitabh Bachchan's younger brother Ajitabh's daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X