ઈશા ગુપ્તાએ રાઝ ખોલ્યા, સેટ પર ડાયરેક્ટરે મને ગાળ દિધી હતી!
મુંબઈ, 27 ઓક્ટોબર : બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તા હાલમાં જ તેના ટોપલેસ ફોટોના કારણે ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ઈશા ગુપ્તા પોતાના ફોટો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. જોકે ક્યારેક તેને ટ્રોલ પણ થવું પડે છે. ઈશા ગુપ્તાએ હવે ફિલ્મના સેટ પર થયેલા અભદ્ર વર્તનનો ખુલાસો કરીને હંગામો મચાવ્યો છે. ઈશા ગુપ્તાના કહેવા પ્રમાણે, ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, એટલું જ નહીં તે લગભગ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી.

સેટ પર ગેરસમજ થઈ હતી
અભિનેત્રી ઈશા ગુપ્તાએ વધુમાં કહ્યું કે, ટ્રાફિક અને સમયની ગેરવ્યવસ્થાને કારણે ઘણી વખત હું સેટ પર મોડી પહોંચી છું, પરંતુ હંમેશા એવું નથી હોતું. તે દિવસે સેટ પર મારા આઉટફિટમાં થોડી સમસ્યા હતી, ટીમ અને ડિરેક્ટર વચ્ચે ગેરસમજણો થઈ હતી. હું સેટ પર પહોંચી કે તરત જ મેં કહ્યું, આઈ એમ સોરી અને ડિરેક્ટરે હિન્દીમાં કંઈક કહ્યું. મેં તેની સામે જોયું તો તેણે કહ્યું, બહુ મોડું કર્યું. તે સમયે હું શાંત રહ્યી, કારણ કે હું આવી જ છું.

ડિરેક્ટરે ગાળ આપી
ઈશા ગુપ્તા આગળ કહે છે, મેં તેમને કહ્યું હતું કે મને મોડું નથી થયું, હું તમારા બધા પહેલાં અહીં આવી છું. મહેબૂબ સ્ટુડિયો ખુલ્યો તે પહેલાં હું આવી ગઈ હતી. મારા આઉટફીટમાં સમસ્યા હતી તેથી તે બદલાવી દીધો, મેં કહ્યું કે તે મારી ભૂલ નથી અને તેને મને ગાળ દીધી. આ મારા માટે પૂરતું હતું. મેં તેને કહ્યું કે તને ખબર છે કે આ તું અહીં જ છે, ફરી મારું અપમાન ન કર અને વાત પણ ના કર, મૂર્ખ. આટલું કહીને હું નીકળી ગઈ અને એ જ આઉટફિટમાં જઈને મારી કારમાં બેસી ગઇ.

ડિરેક્ટરે માફી માંગી?
ઈશાએ કહ્યું કે, જો કે બાદમાં ઈપી અને મેકર્સે મને ફોન કર્યો અને મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં તેની સામે એક શરત મૂકી કે પહેલા ડિરેક્ટરે મારી માફી માંગવી પડશે. ઘટનાના બે દિવસ પછી તેમને માફી માંગી અને હું કામ પર પાછી ફરી. જો માફી ન માંગી હોત તો હું ગઈ ન હોત. જણાવી દઈએ કે, ઈશાએ વર્ષ 2012માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ જન્નત 2 થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે રાઝ 3 ડી, હમશકલ્સ, રૂસ્તમ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.