• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Govinda: 165 ફિલ્મો અને છતાં આ અંદાજ ક્યારેય સામે ન આવ્યો!

By Shachi
|
Google Oneindia Gujarati News

90ના દાયકાનો સુપરસ્ટાર ગોવિંદાનો આજે જન્મદિવસ છે. અનેક કોમેડી અને રોમેન્ટિક મૂવિઝ કરી ચૂકેલા ગોવિંદા આજે ભલે બોલિવૂડની ઝગમગમાં ખોવાઇ જેવા ગયા હોય, પરંતુ ક્યારેક તે બોલિવૂડની આન, બાન અને શાન હતા. 90ના દાયકાના ફિલ્મોના ચાહકના મનમાં આજે પણ ગોવિંદા જ હીરો નંબર 1 છે.

અહીં વાંચો - #HBD: બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાની આ વાતો છે હટકે!

ગોવિંદાનું નામ પડતાં જ તેમની ડાન્સ કરવાની અનોખી સ્ટાયલ તમને યાદ આવશે. ફિલ્મનો ચાહકો જ નહીં, પરંતુ વરુણ ધવન, રણવીર સિંહ અને અર્જુન કપૂર જેવા આજના ઉભરતા સિતારાઓ પણ ગોવિંદાની એ સ્ટાયલના ફેન છે. આજે ગોવિંદાના જન્મદિવસે અમે તમને એમની કેટલીક રેર તસવીરો બતાવવા જઇ રહ્યાં છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગોવિંદાની ફેન સ્વેતલાનાએ ગોવિંદાના કેટલાક રેર ફોટો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યાં છે. આ સાથે જ ગોવિંદા અંગેની કેટલીક રસપ્રદ માહિતી પણ વાંચો અહીં..

165 ફિલ્મો, 1986માં કરી હતી શરૂઆત

165 ફિલ્મો, 1986માં કરી હતી શરૂઆત

ગોવિંદાએ અત્યાર સુધીમાં 165 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1986માં ગોવિંદાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ 'ઇલ્ઝામ' રિલિઝ થઇ હતી. જે તે વર્ષની 5મી સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ હતી. ગોવિંદાએ એક્શન ફિલ્મોથી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ 90ના દાયકાથી તે રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં જ વધુ જોવા મળ્યા અને તેમની ફિલ્મોને અપાર સફળતા પણ મળી.

અમિતાભના કમબેકમાં ગોવિંદાનો ફાળો

અમિતાભના કમબેકમાં ગોવિંદાનો ફાળો

અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં કમબેકની તમામ કોશિશો જ્યારે નિષ્ફળ થઇ હતી, એ સમયગાળામાં ગોવિંદા બોલિવૂડના સુપરસ્ટાર હતા. ત્યારે તેમણે 'બડે મિયાં, છોટે મિયાં'માં અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરી હતી.

એવોર્ડ્સ અને ઉપલબ્ધિઓ

એવોર્ડ્સ અને ઉપલબ્ધિઓ

90ના દાયકામાં ગોવિંદા કોમેડી એક્ટર તરીકે છવાયેલા હતા. એ દરમિયાનમાં જ તે બીબીસી ન્યૂઝ દ્વારા કન્ડક્ટ થયેલા ઓનલાઇન પોલમાં 10 ગ્રેટેસ્ટ સ્ટાર ઓફ સ્ટેજ/એક્ટર બન્યા હતા. ગોવિંદાએ અત્યાર સુધી 14 જેટલા એવોર્ડસ પોતાના નામે કર્યા છે. આ સિવાય ગોવિંદાએ અનેક ફિલ્મોમાં ડબલ રોલ ભજવ્યો છે, ફિલ્મ 'હદ કર દી આપને'માં તો ગોવિંદાએ જુદા-જુદા 6 રોલ ભજવ્યા હતા.

ફ્લોપ ફિલ્મો અને રાજકારણમાં એન્ટ્રી

વર્ષ 2000 બાદ બોલિવૂડમાંથી ગોવિંદાનો જાદૂ ઓસરવા માંડ્યો હતો. ત્યાર બાદની ગોવિંદાની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાતાં ગોવિંદાએ રાજકારણની વાટ પકડી. ગોવિંદાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી મુંબઇ નોર્થ માટે 14મી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને તે ભાજપના રામ નાયકને હરાવીને પાર્લામેન્ટના 7મા મેમ્બર બન્યા હતા. જો કે, 2008માં તેમણે રાજીનામું આપી દીધું હતું.

પાર્ટનર સલમાન સાથે કમબેક

પાર્ટનર સલમાન સાથે કમબેક

વર્ષ 2007માં ગોવિંદા સલમાન ખાનની ફિલ્મ પાર્ટનરમાં સપોર્ટિંગ એક્ટર તરીકે જોવા મળ્યા હતા, આ ફિલ્મ હિટ રહી હતી. ગોવિંદાનો અન્ય બોલિવૂડ સેલિબ્રિટિઝ સાથેની પાર્ટનરશિપનો રેકોર્ડ પણ જાણવા લાયક છે. શક્તિ કપૂર સાથે 42 અને કાદર ખાન સાથે 41 ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદા, શક્તિ કપૂર અને કાદર ખાનની ત્રિપુટીએ 22 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ઉપરાંત ગોવિંદાએ જ્હોની લિવર સાથે, 22, સતિષ કૌશિક સાથે 14, પરેશ રાવલ સાથે 14 અને સંજય દત્ત સાથે7 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

હીરોઇન્સ સાથે સોલિડ કેમેસ્ટ્રિ

આજે બોલિવૂડમાં હીરો-હીરોઇનની સુપરહિટ જોડીઓ પણ 3-4 ફિલ્મમોમાં જૂની થઇ જાય છે, પરંતુ ગોવિંદા એમાં અપવાદ છે. ગોવિંદાએ પોતાની ઘણી કન્ટેમ્પરરી એક્ટ્રેસિસ સાથે 4થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને આ ફિલ્મો કમર્શિયલી હિટ પણ રહી છે. ગોવિંદાએ નિલમ કોઠારી અને કરિશ્મા કપૂર સાથે 10, રવિના ટંડન સાથે 9, જૂહી ચાવલા સાથે 8 અને શિલ્પા શેટ્ટી સાથે 5 ફિલ્મોમાં કામ કર્યું છે.

English summary
It's Govinda's 52nd birthday, he has worked in 165 bollywood films and yet no one has seen him in this avtaar, we bet! See some of his rare pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X