09223138888 પર મિસ્ડ કૉલ કરો અને મળો સલમાનને!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 18 જાન્યુઆરી : આજકાલ ફિલ્મોથી વધારે લોકો ફિલ્મોના પ્રમોશન ઉપર ખરચો કરે છે અને અવનવી યુક્તિઓ દ્વારા લોકોને રિઝવવાનો પ્રયત્ન કરે છે. તો આવામાં સલમાન ખાન કેમ પાછળ રહી જાય? તેમણે પણ પોતાની આવનાર ફિલ્મ જય હો માટે એક નવો પ્રયોગ કર્યો છે અને હંગામા-જય હો ફ્રેંડ્સ-ઑફ-ફ્રેંડ્સ નામની એક સંગીત એપ્લિકેશન લૉન્ચ કરી છે.

સલમાન ખાને જણાવ્યું - જય હો સામાજિક અન્યાય વિરુદ્ધ ભારતીયોને સંગઠિત કરવા અંગેની ફિલ્મ છે. આ એપ્લિકેશન સમગ્ર વિશ્વમાં સંગીત સાથે મહોબ્બત કરનાર મિત્રો તથા સમુદાયોને એક-બીજા સાથે જોડવા માટેની સ્વીકૃતિ આપે છે. હું આ પહેલ પર મળનાર પ્રત્યાઘાતની રાહ જોઈ રહ્યો છું. આ એપ્લિકેશનની લિંક મેળવવા સંગીત પ્રેમીઓ 09223138888 પર મિસ્ડ કૉલ કરી શકે છે અથવા એસએમએસ હંગામા ટાઇપ કરી 54646 ઉપર મોકલી શકે છે. પ્રયોક્તાએ વધુ ત્રણ મિત્રો સાથે ફ્રેંડ્સ-ઑફ-ફ્રેંડ્સ શ્રેણી બનાવી તેને આગળ લઈ જવાની જરૂર છે. આ રીતે જેની ચેન સૌથી મોટી હશે, તેને સલમાન ખાન સાથે મળવાની તક મળશે.

 

સલમાન ખાન આજકાલ પોતાની ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે અને દેશના વિવિધ શહેરોમાં ફરી રહ્યાં છે. જય હો ફિલ્મ તેમના હોમ પ્રોડક્શનની ફિલ્મ છે અને ફિલ્મમાં સલમાન ખાન સાથે પહેલી વાર ડૅઝી શાહ કામ કરી રહ્યાં છે. ડૅઝીની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે.

આવો તસવીરોમાં જોઇએ જય હોનું મુંબઈના ઇનૉર્બિટ મૉલમાં પ્રમોશન :

24મીએ રિલીઝ
  

24મીએ રિલીઝ

સલમાન ખાનની જય હો ફિલ્મ આગામી 24મી જાન્યુઆરી શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

ડૅઝીની પ્રથમ ફિલ્મ
  

ડૅઝીની પ્રથમ ફિલ્મ

જય હો ડૅઝી શાહની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે.

તબ્બુ-સના
  

તબ્બુ-સના

જય હો ફિલ્મમાં સલમાન-ડૅઝી ઉપરાંત તબ્બુ અને સના ખાન પણ લીડ રોલમાં છે.

સામાજિક મુદ્દે
  
 

સામાજિક મુદ્દે

જય હો ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે.

એક વર્ષ બાદ
  

એક વર્ષ બાદ

સલમાન ખાનની વર્ષ 2013માં કોઈ ફિલ્મ નથી આવી. 2012માં તેમની છેલ્લી ફિલ્મ દબંગ 2 આવી હતી.

સોહેલ ખાન દિગ્દર્શક
  

સોહેલ ખાન દિગ્દર્શક

જય હો ફિલ્મનું દિગ્દર્શન સોહેલ ખાને કર્યું છે.

English summary
As a part of promoting of his upcoming film 'Jai Ho', Salman Khan has joined hands with online music platform Hungama for a 'Hungama-Jai Ho Friends-of-Friends' music app.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.