
જ્હાનવી કપૂરનો સ્વિમસૂટમાં હૉટ અવતાર જોઈ ફેન્સ થયા દીવાના, જુઓ વાયરલ ફોટા
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી જ્હાનવી કપૂર સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે. ફિલ્મોની શૂટિંગમાંથી સમય લઈને જ્હાનવી હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. માલદીવમાં તેણે સ્વિમસૂટમાં ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્હાનવીએ પોતાના આ હૉટ ફોટોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જ્હાનવીએ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. ફેન્સ પણ અભિનેત્રીના આ અવતારને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

જ્હાનવી કપૂરના બોલ્ડ અવતાર જોઈ ફેન્સ થયા દીવાના
જ્હાનવી કપૂરે ગુરુવારે પોતાનો આ હૉટ લુકવાળો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્હાનવી આ ફોટોમાં બ્લ્યુ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. જ્હાનવી કપૂરના બોલિડ લુકને જોઈને ફેન્સ દીવાના બની રહ્યા છે. જ્હાનવીને તેના ફેન્સ ખૂબ જ પ્રેમભરી કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે. જ્હાનવીએ ફોટો શેર કર્યાના થોડા કલાકોમાં જ લગભગ 10 લાખ લોકોએ તેને લાઈક કરી અને શેર પણ કરી.

જ્હાનવી કપૂર માલદીવમાં કરી રહી છે મઝા
એ પહેલી વાર નથી જ્યારે જ્હાનવી કપૂરે પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે. આ પહેલા માલદીવમાં આઈલેન્ડ ફોટો શેર કર્યા હતા. થોડા સમય પહેલા જ્હાનવી કપૂર લૉસ એન્જેલસથી લાંબી ટ્રિપ કરીને પાછી આવી છે ત્યારબાદ જ્હાનવી કપૂર માલદીવાં ચિલ કરવા માટે પહોંચી છે.

જ્હાનવી કપૂર આ ફિલ્મોમાં જોવા મળશે
જ્હાનવીની ફિલ્મી કરિયરની વાત કરીએ તો જ્હાનવીએ કરણ જોહરની ફિલ્મ ધડકથી હિંદી સિનેમામાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક હતી. આ મૂવીમાં જ્હાનવી અને ઈશાન ખટ્ટરની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. હાલમાં જ રિલીઝ થયેલી રૂહી ફિલ્મમાં જ્હાનવી કપૂર રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે જોવા મળી હતી. હવે જ્હાનવી કપૂર 'ગુડ લુક જેરી', 'તખ્ત' અને 'દોસ્તાના 2' ફિલ્મમાં પણ દર્શકોને જોવા મળશે.
નિક્કી તંબોલીએ બોલ્ડ વીડિયોમાં બતાવી દિલકશ અદાઓ, હૉટ અવતારથી ઉડાવ્યા હોશ