
જ્હાનવી કપૂરે માલદીવમાં હૉટ Sun Kissed ફોટાથી ફેન્સને બનાવ્યા દીવાના!
અભિનેત્રી જ્હાનવી કપૂર હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે અને બહુ જ એન્જૉય કરી રહી છે. સોશિયલ મીડિયા પર તે પોતાના શાનદાર ફોટા સાથે ફેન્સને પણ એન્ટરટેઈન કરી રહી છે. હાલમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો. તેના અમુક ફોટા અત્યારે વાયરલ થઈ રહ્યા છે કે જે તેણે ખુદ પોસ્ટ કર્યા. આ હૉટ ફોટાને જોઈને ફેન્સ પાગલ થઈ ગયા અને તેને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. જ્હાનવી કપૂરનો આ સનકિસ્ટ ફોટો ખૂબ જ સુંદર છે અને તમારી નજર તેના પરથી હટવાની નથી. ફોટા સાથે તેણે લખ્યુ... 'સૂરજ દ્વારા કિસ' કોરોનાના કારણે અત્યારે ઘણા સ્ટાર્સ મુંબઈની બહાર એન્જૉય કરી રહ્યા છે અને સતત તેમના ફોટા સામે આવી રહ્યા છે.

વર્કફ્રંટ
જ્હાનવી કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી અને તેને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રાજકુમાર રાવ અને વરુણ શર્મા લીડ રોલમાં હતા. આનંદ એલ રાયની આગલી ફિલ્મ ગુડ લક જેહીમાં પણ જ્હાનવી કપૂર જોવા મળશે.

શૂટિંગ પણ થઈ ચૂક્યુ છે
પંજાબમાં આ ફિલ્મના અમુક ભાગનુ શૂટિંગ પણ થઈ ચૂક્યુ છે. જ્હાનવી કપૂર દોસ્તાના 2માં જોવા મળશે. ફિલ્મને Collin D'Cunha ડાયરેક્ટ કરશે.

કરિયરની શરૂઆત
જ્હાનવી કપૂરે થોડા વર્ષો પહેલા પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ધડક સાથે કરી હતી જેમાં ઈશાન ખટ્ટર સાથે તે લીડ રોલમાં હતી. કરણ જોહરની ગુંજન સક્સેનામાં હાલમાં જ જ્હાનવી જોવા મળી હતી. આ ફિલ્મને ઓટીટી પર કોરોના કાળમાં રિલીઝ કરવામાં આવી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
નિયા શર્માએ ગોવામાં બોલ્ડ બિકિની ફોટાની સીરિઝ બતાવીને લગાવી આગ, જુઓ Pics