For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘અશ્લીલ નહિં, સ્વસ્થ મનોરંજન પીરસતા હતાં જસપાલ’

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 ઑક્ટોબર: હજુ લોકો યશ ચોપરાના આકસ્મિક નિધનના શોકમાંથી ઉગર્યા નહોતાં કે હવે જસપાલ ભટ્ટીના અકસ્માતે મોતે લોકોને મોટો આઘાતમાં નાંખી દીધાં છે. ફેસબુક ઉપર પણ લોકોની પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. લોકોએ લખ્યું છે કે ભટ્ટીની કૉમેડીમાં વર્ગાલિટી કે અશ્લીલતા નહોતી, પરંતુ સ્વસ્થ મનોરંજન રહેતુ હતું. તેઓ ક્યારેય પણ પોતાની ચીજ બનાવવા કે વેચવા માટે દ્વિઅર્થી સંવાદો કે અશ્લીલતાનો સહારો નહોતા લેતાં. તેઓ એક સન્માનનીય કલાકાર હતાં કે જેમને લોકો ક્યારેય ભુલાવી નહિં શકે.

Jaspal Bhatti

અને પાવર કટ...

જસપાલ ભટ્ટી શાહકોટ ખાતે પોતાની આવતીકાલે રિલીઝ થનાર ફિલ્મ પાવર કટના પ્રચાર માટે જઈ રહ્યા હતાં, પરંતુ માર્ગ અકસ્માતે તેમનો જાન લઈ લીધો. જસપાલ ભટ્ટીની ઉંમર 57 વર્ષ હતી. ગાડીમાં તેમની ફિલ્મ હીરોઇન પણ હતી. પોલીસે જસપાલ ભટ્ટીનો પાર્થિવ દેહ પોતાના કબ્જે લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું છે. તેમના પુત્રના જણાવ્યાં મુજબ ભટ્ટી કાર પોતે ચલાવી રહ્યા હતાં.

એંસી અને નેવુના દશકામાં જસપાલ ભટ્ટીએ શાનદાર ટેલીવિઝન શો જેમ કે ઉલ્ટા-પુલ્ટા અને ફ્લૉપ શો બનાવી લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. જસપાલ ભટ્ટીએ અનેક પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કૉમેડિયન તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓ ગત વર્ષે અણ્ણા હજારેના અનશન દરમિયાન દિલ્હીના માર્ગો ઉપર પણ દેખાયા હતાં.

ફિલ્મ પાવર કટનું લેખન-દિગ્દર્શન જસપાલ ભટ્ટીએ જ કર્યુ છે. ફિલ્મમાં તેમના પુત્ર જસરાજ જ હીરો છે, જ્યારે હીરોઇન યામી ગૌતમના બહેન સુરીલી ગૌતમ છે. આ ઉપરાંત તેમના મૅડ આર્ટ્સ ફિલ્મ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝફર ખાન, હિન્દી ફિલ્મોના વિલન પ્રેમ ચોપરા, સવિતા ભટ્ટી, ગુરચેત ચિત્રકાર, ચંદન પ્રભાકર, હરપાલ, બી. એન. શર્મા, રાજેશ પુરી તથા ડૉ. સુરિન્દર શર્મા પણ વિવિધ ભૂમિકાઓમાં છે. પાવર કટ વિજળીની સમસ્યા પર બનાવાયેલી ફિલ્મ છે કે જે આવતીકાલે રિલીઝ થવાની છે.

આ અગાઉ રાષ્ટ્રકવિ અને વ્યંગ્યકાર અશોક ચક્રધરે પણ ભટ્ટીને ભારતીય ચાર્લી ચૅપલિન ગણાવ્યા છે. ચક્રધરે જણાવ્યું કે ભટ્ટી વ્યંગ્યના પુરોધા હતાં. તેઓ સામાન્ય માણસના દર્દને સમજતાં હતાં. તેથી તેમના કાર્યક્રમો લોકો પસંદ કરતા હતાં.

નોંધનીય છે કે ભટ્ટીનું માર્ગ અકસ્તમાતમાં મૃત્યુ થઈ ગયું છે. ગુરુવાર વહેલી સવારે ત્રણ વાગ્યે તેમની કાર પંજાબમાં જલંધર પાસે શાહકોટમાં એક ટ્રૉલી સાથે અથડાઈ પડી. તેમાં તેમનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં તેમના પુત્ર જસરાજ ભટ્ટી પણ ઈજાગ્રસ્ત થયાં છે.

English summary
Jaspal Bhatti was Real Entertainer not Vulger said People on facebook. Bhatti passed away in a road accident in his home state of Punjab on the 24th of October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X