Pics/Video : જય-સુરવીનની બોલ્ડનેસ સામે માહી કમ્ફર્ટેબલ!
મુંબઈ, 20 જૂન : આજકાલ એક બોલ્ડ ગીત આજ ફિર તુમ પર... લોકોની રાતોની ઉંઘ ઉડાવી રહ્યું છે. આ ગીતે લોકોની હેટ સ્ટોરી 2 ફિલ્મ પ્રત્યેની ઉત્કંઠા વધારી દીધી છે. વિક્રમ ભટ્ટની આ સિક્વલ મૂવી દ્વારા ટેલીવિઝન જગતના હીરો જય ભાનુશાળી ફિલ્મી પડદે પગલુ મૂકવા જઈ રહ્યાં છે, તો તેમની હીરોઇન સુરવીન ચાવલા પણ ટીવીની દુનિયામાંથી જ બૉલીવુડ એન્ટ્રી કરી રહ્યાં છે. ફિલ્મના આ ગીતમાં બંને વચ્ચે જોરદાર ઇંટીમેટ સીન ફિલ્માવાયાં છે.
દરમિયાન એવુ જાણવા મળ્યુ હતું કે હેટ સ્ટોરી 2માં જય-સુરવીન વચ્ચેના અત્યંત બોલ્ડ સીન્સના કારણે જયના રીયલ લાઇફ પત્ની અને ટેલીવિઝન અભિનેત્રી માહી વિજ બહુ નારાજ થઈ ગયાં છે, પરંતુ જય આવી તમામ વાતોને ફગાવતા કહે છે કે આ બધુ બકવાસ છે. જય કહે છે - માહીને આવી બાબતો સામે કેમ વાંધો હોય? માહી પણ પ્રોફેશનલ છે. તેને પણ ખબર છે કે જે કંઈ બતાવાય છે, તે બધુ માત્ર ફિલ્મ અને તેની વાર્તાનો ભાગ હોય છે. માહીની નારાગજી સંબંધી સમાચારો તથ્યહીન છે. હું મારી પત્ની માહી સાથે બહુ પ્રેમ કરુ છું અને તે પણ મને તેટલો જ પ્રેમ કરે છે. માહી મારા ઇંટીમેટ સીન્સ અંગે કમ્ફર્ટેબલ હતી.
ચાલો હેટ સ્ટોરી 2ની લેટેસ્ટ તસવીરો સાથે જાણીએ વધુ વિગતો અને માણીએ આજ ફિર તુમ પર... ગીત :
હૉટ સુરવીન
હેટ સ્ટોરી 2માં આ વખતે હૉટ સુરવીન ચાવલા છે.
બોલ્ડ સીન્સ
હેટ સ્ટોરી 2માં જય ભાનુશાળી અને સુરવીન ચાવલા વચ્ચે બોલ્ડ સીન્સની ભરમાર છે.
કિસિંગ સીન્સ
હેટ સ્ટોરી 2માં જય અને સુરવીનના કિસિંગ સીન્સ પણ છે.
બૅડ સીન્સ
હેટ સ્ટોરી 2માં જય-સુરવીન વચ્ચેના ગરમાગરમ બૅડ સીન્સ પણ ઘણા છે.
માહીને વાંધો નથી
જય ભાનુશાળી કહે છે કે સુરવીન સાથેના તેમના બોલ્ડ સીન્સ સામે તેમના પત્ની માહી વિજને કોઈ વાંધો નથી.
માહી કમ્ફર્ટેબલ
જય કહે છે કે તેમના અને સુરવીન વચ્ચેના સીન્સ દરમિયાન માહી સમ્પૂર્ણપણે કમ્ફર્ટેબલ હતી.
પાઓલી સાથે સરખામણી
હેટ સ્ટોરીમાં પાઓલી ડૅમ હતાં. તેથી હેટ સ્ટોરી 2માં સુરવીનના કામની પાઓલી સાથે સરખામણી ચોક્કસ થવાની છે.
સુરવીનની પરીક્ષા
હેટ સ્ટોરી 2 ફિલ્મ દ્વારા પોતાની જાતને સાબિત કરવાની અને પાઓલી કરતા શ્રેષ્ઠ સાબિત કરવાની સુરવીન ચાવલા સામે પરીક્ષા છે.
ટ્રેલરને લાખો હિટ્સ
વિક્રમ ભટ્ટ નિર્મિત અને વિશાલ પંડ્યા દિગ્દર્શિત હેટ સ્ટોરી 2 વર્ષ 2012માં આવેલી હેટ સ્ટોરીની સિક્વલ છે. હેટ સ્ટોરીના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી હતાં. હેટ સ્ટોરી 2નું ટ્રેલર ગત 6ઠી જૂને વેબ ઉપર લૉન્ચ થઈ ચુક્યું છે અને યૂટ્યુબ પર તેને 20,00,000 હિટ્સ મળી ચુકી છે.
આજ ફિર તુમ પર...
હેટ સ્ટોરી 2 ફિલ્મનું ગીત આજ ફિર તુમ પર... ખૂબ જ હૉટ છે અને યૂટ્યુબ પર અત્યાર સુધી 34 લાખ 54 હજાર કરતા વધુ હિટ્સ મળી ચુકી છે. આપ પણ આ ગીત જોવા સ્લાઇડર ઉપર ક્લિક કરો.