• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#SuperStar: જેણે અમિતાભને અપાવ્યો એન્ગ્રી યંગ મેનનો ખિતાબ

By Shachi
|

બોલિવૂડની એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચન નો આજે જન્મદિવસ છે. સ્વીટ સ્માઇલ અને સ્ટ્રિક્ટ નેચરના જયા બચ્ચનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક મહાન ફિલ્મકાર સત્યજીત રે એ આપ્યો હતો. ફિલ્મનું નામ હતું, 'મહાનગર', જે બંગાળી ભાષામાં બનાવવામાં આવી હતી. જ્યારે જયાને આ ફિલ્મ મળી ત્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા. આ વાત વર્ષ 1963ની છે.

ગોલ્ડ મેડાલિસ્ટ છે જયા બચ્ચન

ગોલ્ડ મેડાલિસ્ટ છે જયા બચ્ચન

આ પછી જયાએ સત્યજીત રેથી મોટિવેટ થઇને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(પૂના)માં એડમિશન લીધું હતું. અહીં પણ જય બચ્ચનનું પર્ફોમન્સ લાજવાબ હતું. તેમને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યું હતું.

ઋષિકેશ મુખર્જીએ બનાવ્યા સુપરસ્ટાર

ઋષિકેશ મુખર્જીએ બનાવ્યા સુપરસ્ટાર

ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ગુડ્ડી પછી જયા રાતોરાત સ્ટાર બની ગયા હતા. જયા બચ્ચનની જિંદગીમાં ઋષિકેશ મુખર્જીનું ખાસ સ્થાન છે. ગુડ્ડી ફિલ્મ બાદ જયાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. જયા બચ્ચન પોતાના સમયના સુપરસ્ટાર રહી ચૂક્યાં છે. તેઓ ફિલ્મી કરિયરમાં ટોર પર હતા, એ સમયે તેમણે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

જયા બચ્ચન

જયા બચ્ચન

જયા બચ્ચનની આ તસવીર ખૂબ જૂની છે. એ સમયે લોકો બોલિવૂડમાં જયા બચ્ચનની સુંદરતા અને એક્ટિંગના ફેન હતા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

જયા બચ્ચન અને અમિતભાની મુલાકાત થઇ ત્યારે જયા સુપરસ્ટાર હતા, જ્યારે અમિતાભ સ્ટ્રગલિંગ એક્ટર હતા. આમ છતાં જયા એ બધું છોડી અમિતાભ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આજે અમિતાભ બચ્ચન બોલિવૂડના લિજેન્ડરી સ્ટાર છે, તેમની તોલે કોઇ આવી શકે એમ નથી. તેમની આ સફળતા પાછળ જયાનો મોટો હાથ છે.

પરફેક્ટ ફેમિલિ

પરફેક્ટ ફેમિલિ

જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બોલિવૂડના પરફેક્ટ કપલ કહેવાય છે. બોલિવૂડમાં આમ પણ લગ્ન કે રિલેશનશિપ ટકાવી રાખવા ખૂબ અઘરા છે. એવામાં જયાએ માત્ર અમિતાભ ન નહીં, પરંતુ સંપૂર્ણ પરિવારને એક તાંતણે બાંધીને રાખ્યા છે. બોલિવૂડના કમ્પલિટ એન્ડ પરફેક્ટ ફેમિલિના લિસ્ટમાં બચ્ચન પરિવારનું નામ મોખરે આવે છે, જે પાછળ જયાનો ખૂબ મોટો હાથ છે.

અનેક ઉતાર-ચઢાવ જોયા છે..

અનેક ઉતાર-ચઢાવ જોયા છે..

જયા તથા અમિતાભે પોતાની જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. લગ્ન બાદ જયાએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું અને અમિતાભ બોલિવૂડમાં એન્ગ્રી યંગ મેન તરીકે ખૂબ નામના મેળવી ચૂક્યા હતા. ત્યાર બાદ એક સમય એવો પણ આવ્યો, જ્યારે અમિતાભની પ્રોડક્શન કંપની ખોટમાં જતાં તેઓ દેવાદાર બની ગયા. આ મુશ્કેલ સમયમાં પણ જયા બચ્ચન હંમેશા અમિતાભની સાથે રહ્યાં છે.

અમિતાભને આપ્યો ખિતાબ

અમિતાભને આપ્યો ખિતાબ

અમિતાભને બોલિવૂડના એન્ગ્રી યંગ મેનનો ખિતાબ જયા બચ્ચન સાથેની ફિલ્મ થકી જ મળ્યો હતો. અમિતાભ બચ્ચન તે સમયે સ્ટ્રગલિંગ એક્ટર હતા, તેમની અનેક ફિલ્મ ફ્લોપ થઇ ચૂકી હતી અને આથી કોઇ એક્ટ્રેસ તેમની સાથે કામ કરવા રાજી નહોતી. એવામાં જયાએ સલીમ-જાવેદની ફિલ્મ ઝંજીરમાં અમિતાભ સાથે કામ કરવાની હા પાડી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઇ અને ત્યારથી અમિતાભને એન્ગ્રી યંગ મેનનો ખિતાબ મળ્યો.

કોન્ટ્રોવર્સિ

કોન્ટ્રોવર્સિ

જયા અને અમિતાભની એક એવોર્ડ સમારંભની આ તસવીર થોડા સમય પહેલાં ખૂબ વાયરલ થઇ હતી. અમિતાભ બચ્ચને એવોર્ડ એનાયત થતાં જ પત્ની જયાએ કંઇક આ રીતે અમિતાભને અભિનંદન આપ્યા હતા.

યાદગાર ફિલ્મો અને એવોર્ડ્સ

યાદગાર ફિલ્મો અને એવોર્ડ્સ

જયા બચ્ચનની યાદગાર ફિલ્મોમાં ઉપહાર, અભિમાન, ગુડ્ડી, કોરા કાગઝ, નોકર, પિયા કા ઘર, સિલસિલા, પરિચય, કોશિશ, બાવરચી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ 1992માં જયાને પદ્મ શ્રી એવોર્ડ એનાયત થયો હતો. આ સિવાય તેઓ 9 ફિલ્મફેર એવોર્ડ્સ, 3 આઇફા એવોર્ડ્સ મેળવી ચૂક્યા છે.

અહીં વાંચો

અહીં વાંચો

કેન્સર પીડિત વિનોદ ખન્નાની યાદગાર અને રેર તસવીરો

English summary
Jaya Bachchan is one of the most beautiful and successful actress, today she turned 69. see her rare pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X