For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્ફી તો ઠંડી પડી, પણ પાઇ પમાડી શકશે ઑસ્કાર ?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 જાન્યુઆરી : ફરી એક વાર ઑસ્કાર ઍવૉર્ડ માટે ભારતીયોની આશાઓ જીવંત બની ગઈ છે. તે આશાઓ કે જે બર્ફીના કારણે ક્યાંક ઠંડી પડી ગઈ હતી, કારણ કે તે ઑસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ આ વખતે ઑસ્કારમાં ફરી એક વાર આંગ લી દિગ્દર્શિત લાઇફ ઑફ પાઇ ફિલ્મનું નૉમિનેશન થયું છે. તે પણ 11 શ્રેણીઓમાં કે જેથી લાગે છે કે કદાચ આ વખતે એક ઑસ્કાર ઍવૉર્ડ ભારતની શ્રેણીમાં આવી જશે.

Life Of Pi

આપને જણાવી દઇએ કે ભારતીય કર્ણાટક સંગીત ગાયિકા બંબઈ જયશ્રી રામનાથને લાઇફ ઑફ પાઇના એક ગીત માટે સંગીતકાર માઇકલ ડાના સાથે ઓરિજનલ સૉંગ શ્રેણીમાં નૉમિનેટ કરાયું છે, તો બીજી બાજુ સ્ટિવન સ્પીલબર્ગની લિંકન ફિલ્મને 12 નૉમિનેશન મળ્યાં છે. આ ફિલ્મના નિર્માણમાં મુકેશ અંબાણીની કમ્પનીએ નાણાં રોક્યા છે, તો બીજી બાજુ વિડ ઓ રસેલ દિગ્દર્શિત ધ સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક ફિલ્મ પણ ઑસ્કાર માટે ગઈ છે. તેમાં અનુપમ ખેરે ભૂમિકા ભજવી છે. તેથી ભારતને લાગે છે કે આ વખતે કોઈને કોઈ સ્વરૂપે ઑસ્કાર ઍવૉર્ડ ભારત પામીને જ રહેશે.

નોંધનીય છે કે વર્ષ 2012ની જાણીતી ફિલ્મ બર્ફી કે જેના નિર્માતા અનુરાગ બાસુ છે, તેને વિદેશી ફિલ્મોની શ્રેણીમાં નૉમિનેટ કરાઈ હતી, પરંતુ પછી તે રેસમાંથી ફેંકાઈ ગઈ હતી. પરંતુ આશ્ચર્ય એ વાતનું થયુ હતું કે બર્ફીના નૉમિનેશન વખતે ભારતમાં જ ખૂબ હોબાળો મચ્યો હતો. ખેર આ વાત તો જૂની થઈ ગઈ છે. જોઇએ આ વખતે કેવા સમાચાર આવે છે?

English summary
Big News For India after Barfee, Jayashri Ramnath's Life of Pi lullaby in race for Oscar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X