• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જિયા અને સુશાંત બંનેનુ મોત એક જેવુ, બંનેને પ્રેમમાં ફસાવીને મારવામાં આવ્યાઃ રાબિયા ખાન

|

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનુ કારણ શું છે, આ સવાલનો જવાબ દરેક જણ શોધી રહ્યા છે. વળી, આ દરમિયાન બૉલિવુડની દિવગંત અભિનેત્રી જિયા ખાનની મા રાબિયા ખાને સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે જેમાં તેમણે કહ્યુ કે જિયા ખાન અને સુશાંત સિંહના મોત વચ્ચે ઘણી સમાનતાઓ છે. પહેલા તેમને પ્રેમમાં ફસાવવામાં આવ્યા, પછી તેમને કંટ્રોલ કરવામાં આવ્યા, તેમને તેમના પરિવારથી અલગ કરવામાં આવ્યા અને અંતમાં તેમનુ મોત થઈ જાય છે.

જિયા અને સુશાંત બંનેનુ મોત એક જેવુઃ રાબિયા ખાન

જિયા અને સુશાંત બંનેનુ મોત એક જેવુઃ રાબિયા ખાન

રાબિયા ખાને પણ પોતાની પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતના મોતની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ કહ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતને તેમની દીકરી જિયા ખાનના મોતની જેમ આત્મહત્યા ગણાવવામાં આવી રહ્યુ છે. તેમણે પોતાની પોસ્ટમાં એ પણ કહ્યુ છે કે પોલિસ રાજકીય દબાણના કારણે સત્ય સામે નથી આવી રહ્યુ. આ કોઈ પહેલી વાર નથી જ્યારે રાબિયા ખાને આ રીતની વાત કરી છે.

રિયા મને ઘણી ચાલાક પ્રકારની લાગે છેઃ રાબિયા ખાન

રિયા મને ઘણી ચાલાક પ્રકારની લાગે છેઃ રાબિયા ખાન

આ પહેલા પણ તેમણે ત્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર નિશાન સાધ્યુ હતુ જ્યારે સુશાંતના પિતા કે કે સિંહે રિયા અને તેના પરિવાર પર એફઆઈઆર નહોતી કરી. રાબિયાએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે રિયા મને ઘણી ચાલાક પ્રકારની લાગે છે, કદાચ તેને ત્યાં એટલા માટે રાખવામાં આવી જેથી તે સુશાંતના દિમાગમાં એ ભરી શકે કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી અને તેને દવા અને ઈલાજની જરૂર છે. જ્યારે તે તેમની સાથે લગ્નના સપના જોઈ રહી હતી તો પછી તેને છોડીને કેમ ગઈ?

રાબિયાનો સવાલ - સુશાંતને મુશ્કેલીમાંથી નીકળવામાં મદદ કરી રહી હતી?

રાબિયાનો સવાલ - સુશાંતને મુશ્કેલીમાંથી નીકળવામાં મદદ કરી રહી હતી?

જ્યારે તેેને ખબર હતી કે સુશાંત માનસિક રીતે મુશ્કેલીમાં છે તો પછી રાતે તેનો ફોન કેમ ન ઉઠાવ્યો. શું તેને આમ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ? જો આવુ જ હતુ તો એ વાતના પુરાવા ક્યાં છે કે તે સુશાંતને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. આના બદલે એવુ લાગે છે કે તે કામ મેળવવાના ચક્કરમાં એટલી બધી લાલચી થઈ ગઈ હતી કે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હતા. અહીં સુધી કે તેને પોતાના દાદાની ઉંમરના લોકોથી પણ કોઈ વાંધો નથી.

Video: પિતાએ નિર્દયતાથી હથોડાના ઘા મારીને મારી નાખ્યો પોતાના પુત્રને

English summary
Jiah Khan's mother Rabia Khan demand a CBI probe into Sushant Singh Rajput death case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X