સાજિદ ખાને મારી બહેન જિયા ખાનને કહ્યુ - ટૉપ અને બ્રા કાઢ, તે ઘરે આવીને રડવા લાગી, Video
જિયા ખાનની બહેન કરિશ્માએ સાજિદ ખાન પર ઘણા મોટા અને ગંભીર આરોપ લગાવ્યા છે. અહીં વાંચો આખી ડિટેલ..
હિદી સિનેમામાં કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી. થોડા સમય પહેલા મી ટુ દ્વારા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અમુક નામ આના ઘેરામાં આવી ગયા હતા. અહીં સુધી કે નિર્દેશક સાજિદ ખાન પર પણ યૌન શોષણના આરોપ લાગ્યા. ત્યારબાદ તેણે ઘણા સમય માટે ખુદને સિનેમાથી દૂર કરી લીધુ. પરંતુ એક વાર ફરીથી સાજિદ ખાનનુ નામ સામે આવ્યુ છે. તે પણ જિયા ખાન સાથેનુ. દિવંગત અભિનેત્રી જિયા ખાનની બહેન કરિશ્માએ નિર્માતા-નિર્દેશક સાજિદ ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. કરિશ્માએ એ સ્પષ્ટ રીતે કહ્યુ છે કે સાજિદ ખાન તેની બહેન સાથે ગંદી હરકતો કરી છે. કરિશ્માએ આ આખી વાત બીબીસી પર રિલીઝ થયેલી ડૉક્યુમેન્ટરી ડેથ ઈન બૉલિવુડના બીજા એપિસોડમાં કરી છે. એટલુ જ નહિ કરિશ્માએ સાજિદ ખાન પર ઘણા મોટા અને ગંભીર આરોપ લગાવ્યા છે. અહીં વાંચો આખી ડિટેલ..

સાજિદ ખાને તેને ટૉપ ઉતારવા કહ્યુ
આ વીડિયોમાં જિયા ખાનની બહેન કરિશ્માએ જણાવ્યુ છે કે રિહર્સલ ચાલી રહ્યુ હતુ અને તે પોતાની સ્ક્રિપ્ટ વાંચી રહી હતી. ત્યારે સાજિદ ખાને તેને તેનુ ટૉપ અને બ્રા કાઢવા માટે કહ્યુ. તેને સમજમાં ન આવ્યુ કે તે શું કરે.

જિયા ખાન ઘરે આવીને ખૂબ જ રડી
તે આગળ જણાવે છે કે જિયા ખાને કહ્યુ કે હજુ તો ફિલ્મ શરુ પણ નથી થઈ અને આ બધુ થઈ રહ્યુ છે. તે ઘરે આવીને ખૂબ જ રડી. જિયાએ મને એ પણ કહ્યુ કે તેણે કૉન્ટ્રાક્ટ સાઈન કરી લીધો છે.

સેક્સ્યુઅલી હેરેસ કરવામાં આવશે
જિયા ખાને કરિશ્માને એ પણ જણાવ્યુ કે જો તે ફિલ્મ છોડી દેશો તો તેના પર કેસ કરશે અને તેનુ નામ ખરાબ કરી દેશે. જો તે ફિલ્મનો હિસ્સો રહેશે તો તેને સેક્સ્યુઅલી હેરેસ કરવામાં આવશે. આ તેના માટે બહુ ખરાબ સ્થિતિ હતી માટે તેણે ફિલ્મ કરવી પડી.

કરિશ્માએ જણાવ્યુ કે જિયા સાથે સાજિદના ઘરે ગઈ હતી
કરિશ્માએ એ પણ જણાવ્યુ કે તે એક વાર જિયા ખાન સાથે સાજિદના ઘરે ગઈ હતી. તેણે કહ્યુ કે હું સાજિદના ઘરે કિચનના ટેબલ પાસે બેઠી હતી. ત્યારે મારી ઉંમર 16 વર્ષની હતી. ત્યારે હું એક સ્ટ્રૈપી ટૉપ પહેરીને થોડુ ઝૂકીને બેઠી હતી.
|
સાજિદે કહી ગંદી વાત
મને જોઈને સાજિદે કહ્યુ કે ઓહ, આ શારીરિક સંબંધ બનાવવા માંગે છે. આ સાંભળીને મારી બહેને તરત કહ્યુ કે આ તમે શું કહી રહ્યા છો, તે એક નાની બાળકી છે. તેને ખબર પણ નથી કે તે શું ઈચ્છે છે. ત્યારબાદ અમે બંને ત્યાંથી ચાલ્યા ગયા. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જિયા ખાનના મોતને 7 વર્ષ પૂરા થયા બાદ તેના જીવન પર એક ડૉક્યુમેન્ટરી બનાવવામાં આવી. જિયા ખાન પોતાના ઘરમાં મૃત મળી આવી હતી. બીબીસીએ એક 'ડૉક્યુમેન્ટરી ડેથ ઈન બૉલિવુડ' રિલીઝ કરી છે જે વિદેશમાં ખૂબ જોવામાં આવી રહી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
