For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિયા ખાનના મર્ડરના કોઇ પુરાવા નથી મળ્યાઃ CBI

|
Google Oneindia Gujarati News

છેલ્લા 3 વર્ષથી રહસ્યથી ઘેરાયેલા જિયા ખાનની મૌતમાં એક નવો વળાંક આવ્યો છે. સોમવારે બોમ્બે હાઇકોર્ટ સમક્ષ સીબીઆઇએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં જિયા ખાનના મર્ડરની વાતને નકારી કાઢવામાં આવી છે. સીબીઆઇએ તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે.

14 વર્ષની ઉંમરે લંડનમાં થયો હતો જિયા ખાનનો ગર્ભપાત...

ફરી એકવાર અભિનેત્રી જિયા ખાનના મોત પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. જિયા ખાનની માતાના વકીલ દિનેશ તિવારીનું કહેવું છે કે તેમને લાગે છે કે જિયાની કોઇએ હત્યા કરી છે અને તેને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. રાબિયા ખાન અને તેમના વકીલ દિનેશ તિવારીના પૂરા પ્રયત્નો છે કે જિયા ખાનની લાશને ફરીથી નિકાળવામાં આવે જેથી તેનું ફરીથી પોસ્ટમોર્ટમ થઇ શકે. જિયા ખાનના વકીલ અને રાબિયા ખાન પહેલાં પણ કહ્યું કે જિયાના શરીર પર પહેલાં પર ઘણી ઇજાના નિશાન હતા પરંતુ પોલીસે આ વાતને નજર અંદાજ કરી દિધી.

jiah khan suicide case

દિનેશ તિવારીએ તો પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તે કોઇના દબાણમાં આવીને જિયા ખાનના મોતની તપાસ કરી રહી નથી અને જાણીજોઇને પુરાવાઓને નજરઅંદાજ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ બે મહિના પહેલાં જ આવી ગયો હતો પરંતુ પોલીસે તેના વિશે વાત કરી ન હતી.

English summary
Jiah Khan was not murdered, CBI to Bombay HC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X