• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જિયા ખાનની આત્મહત્યા પર બનશે ફિલ્મ!

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 25 જૂન: બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાનો મામલો હજુ ઠંડો જ પડ્યો છે કે આ દરમિયાન એક ફિલ્મ નિર્માતાએ જિયા ખાનના જીવન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે.

એક સમાચાર પત્રના જણાવ્યા અનુસાર એક ફાઇવ સ્ટાર હોટલમાં 'બોલ્ડ બૉલીવુડ' નામની એક ફિલ્મનું મુહૂર્ત કર્યું હતું. આ ફિલ્મમાં બૉલીવુડમાં કેરિયર બનાવવા માટે મુંબઇ આવનાર ત્રણ છોકરીઓની કહાણી હશે. ફિલ્મમામં હૈજલ કીચ, સંદીપ ધર, શ્વેતા ભારદ્વાજ, રાજપાલ યાદવ અને મનોજ જોશી મુખ્ય ભૂમિકા ભજવશે.

પોતાની પ્રથમ ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે નિર્દેશક રિક્ષિત મટ્ટાએ કહ્યું હતું કે 'જિયા ખાનના મોત પર મીડિયાના રિપોટોએ મને હચમચાવી દિધો. બૉલીવુડમાં સફળતા ભટકાવનાર છે અને અહી અનેક ખામીઓ છે. મારી આ ફિલ્મ બૉલીવુડની નબળાઇઓને ઉજાગર કરશે.

રિક્ષિત મટ્ટાએ કહ્યું હતું કે આ ફિલ્મ એક પાત્ર જિયા ખાનને ભળતું હશે. જિયા ખાન પોતાના જીવનમાં જે ઉતાર ચઢાવ પરથી પસાર થઇ છે તેને ફિલ્મમાં દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ શબાના હાશમી કરશે.

જિયા ખાને ગત ત્રણ જૂનના રોજ જૂહૂ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. જિયા ખાનની આત્મહત્યા કેસમાં પોલીસ અભિનેતા આદિત્ય પંચોલી અને પુત્ર સૂરજ પંચોલીની ધરપકડ કરી છે.

English summary
Jiah Khan’s tragic suicide which sent a chill down everybody’s spine almost a fortnight back has apparently inspired a filmmaker to make a movie on the sensitive topic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X