For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોન અબ્રાહમની બટલા હાઉસ, અક્ષય પછી હવે રણબીર સાથે ટક્કર

સત્યમેવ જયતે ફિલ્મની સફળતા પછી જોન અબ્રાહમ ઘ્વારા પોતાની આવનારી ફિલ્મ વિશે પણ ઘોષણા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સત્યમેવ જયતે ફિલ્મની સફળતા પછી જોન અબ્રાહમ ઘ્વારા પોતાની આવનારી ફિલ્મ વિશે પણ ઘોષણા કરી દેવામાં આવી છે. નિખિલ અડવાણીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બટલા હાઉસનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019 દરમિયાન રિલીઝ થશે. આપને જણાવી દઈએ કે આજ દિવસે રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને રાજકુમાર રાવની ફિલ્મ મેડ ઈન ચાઈના આવી રહી છે. એટલે એકસાથે ત્રણ ફિલ્મો વચ્ચે ક્લેશ થશે.

batla house

આ ફિલ્મ સપ્ટેમ્બર 2008 દિલ્હીના એલ18 બટલા હાઉસમાં થયેલા એન્કાઉન્ટર પર આધારિત છે. 19 સપ્ટેમ્બર 2008 દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના શંકાસ્પદ આતંકીઓ વચ્ચે ઝડપ થઇ હતી, જેમાં બે શંકાસ્પદ આતંકી અતીફ અમીન અને મોહમ્મદ સાજીદ માર્યા ગયા. હતા જયારે બીજા બે આતંકીઓ ભાગવામાં સફળ થયા હતા. જયારે વધુ એક આરોપી જીશાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ એન્કાઉન્ટરનું નેતૃત્વ કરી રહેલા એન્કાઉન્ટર એક્સપર્ટ અને દિલ્હી પોલીસ નિરીક્ષક મોહનચંદ શર્મા આ ઘટનામાં માર્યા ગયા હતા.

જ્હોન અબ્રાહમ આ ફિલ્મમાં એસપી નો રોલ કરી રહ્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે જોન અબ્રાહમ આ ફિલ્મ માટે પરફેક્ટ હશે. ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે એટલે ફિલ્મ દર્શકો માટે પણ રસપ્રદ રહેશે. આ ફિલ્મનું શૂટિંગ 50 દિવસ સુધી સતત દિલ્હી, જયપુર, લખનવ, મુંબઈ અને નેપાળમાં કરવામાં આવશે.

English summary
John Abraham announced Batla House release date with a poster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X