કોણ છે અબ્રાહમની પત્ની પ્રિયા? જેને મળ્યા બાદ બિપાશાને ભૂલી ગયા જૉન

ફિટનેસ આઈકૉન જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રુંચલ કોવિડની ચપેટમાં આવી ગયા છે. જાણો પ્રિયા રુંચલની પ્રોફાઈલ.

મુંબઈઃ એક વાર ફરીથી કોરોનાના વધતા કેસોએ લોકોને ભયભીત કરી દીધા છે. ઘણા બધા ફિલ્મી સ્ટાર્સ પણ હાલમાં કોવિડની ચપેટમાં છે. લેટેસ્ટ કેસમાં ફિટનેસ આઈકૉન જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રુંચલ કોવિડની ચપેટમાં આવી ગયા છે. અભિનેતાએ ખુદ આ અંગે માહિતી આપી છે. ઈન્સ્ટા પર જૉને લખ્યુ છે કે હું ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો ત્યારબાદ પ્રિયા અને મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમે હોમ ક્વૉરંટાઈન છે અને કોઈના સંપર્કમાં આવ્યા નથી. અમે બંનેએ વેક્સીન લઈ લીધેલી છે અને અત્યારે હળવા લક્ષણો છે. પ્લીઝ ઠીક રહો. માસ્ક પહેરીને રાખો.

જૉન અને પ્રિયાએ વર્ષ 2014માં લગ્ન કર્યા

જૉન અને પ્રિયાએ વર્ષ 2014માં લગ્ન કર્યા

તમને જણાવી દઈએ કે ફિટનેસ આઈકૉન જૉન હાલમાં જ પોતાની ફિલ્મ સત્યમેવ જયતે 2ને લઈને ચર્ચામાં હતા. 49 વર્ષના જૉન અને પ્રિયાએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન બૉલિવુડ માટે બહુ મોટી સરપ્રાઈઝ હતી કારણકે આ લગ્ન પહેલા કોઈને ખબર નહોતી કે જૉન છેલ્લા ત્રણ વર્ષથી પ્રિયાને ડેટ કરી રહ્યા હતા. પ્રિયા અને તેની મુલાકાત વર્ષ 2010માં એક જિમમાં થઈ હતી. એ વખતે જૉન અને બૉલિવુડની હૉટ અભિનેત્રી બિપાશા બસુ લિવઈન પાર્ટનર હતા.

લિવઈન પાર્ટનર હતા જૉન અને બિપાશા

લિવઈન પાર્ટનર હતા જૉન અને બિપાશા

ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં ફિલ્મ જિસ્મમાં કામ કરવા દરમિયાન જ જૉન અને બિપાશા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંને બૉલિવુડના હૉટ કપલ બની ગયા. દરેકને એવુ લાગતુ હતુ કે બંને લગ્ન કરશે પરંતુ વર્ષ 2011માં બંને જ્યારે અલગ થયા તો સહુ કોઈ ચોંકી ગયા હતા કારણકે આ સંબંધ 9 વર્ષ બાદ તૂટી ગયો હતો. બંનેએ ઓફિશિયલી અલગ થવાની પુષ્ટિ કરી પરંતુ આઝ સુધી કોઈને બંનેના બ્રેકઅપનુ કારણ ખબર નથી. બંનેએ ક્યારેય આ અંગે વાત નથી કરી અને ના બંને ફરીથી સાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા. જૉન-બિપાશાનુ બ્રેકઅપ એ વખતે બૉલિવુડમાં મોટા સમાચારોમાંથી એક હતુ.

ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે પ્રિયા

ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે પ્રિયા

જ્યારે વર્ષ 2014માં જૉને એલાન કર્યુ કે તે પ્રિયા રુંચલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે લોકોને લાગ્યુ કે કદાચ પ્રિયા જ બંનેના બ્રેકઅપનુ કારણ છે. હાલમાં બંને સ્ટાર્સ પોતાની લાઈફમાં મૂવઑન કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે પ્રિયા રુંચલ નૉન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છે અને મીડિયાથી ઘણી દૂર રહે છે. તે વ્યવસાયે એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે અને તે યુએસમાં રહે છે. પ્રિયાનો જન્મ અમેરિકામાં થયો હતો. તે ભારતમાં પણ ઘણી ઓછી જ રહે છે.

ફિલ્મી પાર્ટીઓ અને ઈવેન્ટથી દૂર રહે છે પ્રિયા

ફિલ્મી પાર્ટીઓ અને ઈવેન્ટથી દૂર રહે છે પ્રિયા

જૉન કે જે ખુદ એક આઈડિયલ મૉડલ અને એક્ટર છે, તે દારુ-સ્મોકિંગથી ઘણા દૂર રહે છે અને આના કારણે તે ફિલ્મી પાર્ટીઓથી દૂર રહે છે. આના કારણે તેની પત્ની ફિલ્મી પાર્ટીમાં પણ જોવા મળતી નથી. માટે સોશિયલ મીડિયા પર જૉન અને પ્રિયાના ખૂબ ઓછા ફોટા છે અને લોકો તેમના વિશે બહુ ઓછુ જાણે છે. હા, તે ક્યારેક ક્યારેક કોઈ હોટલમાં ડિનર કરતા જૉન સાથે દેખાઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X