BOX OFFICE: અક્ષય કુમારને ટક્કર આપશે જ્હોનની 'બાટલા હાઉસ'
15 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની 'મિશન મંગલ'ની સામે આ વખતે જ્હોન અબ્રાહમની 'બાટલા હાઉસ' રિલિઝ થવા જઈ રહી છે. નિખિલ અડવાણીના નિર્દશન હેઠળ તૈયાર થયેલ આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. મિશન મંગળને લઈ જોવા મળતી ઉત્સુકતા વચ્ચે બાટલા હાઉસે પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. ખાસ કરીને પોતાના કન્ટેન્ટને લઈ આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. ટ્રેડ પંડિતોનું માનીએ તો ગુરુવારે આ ફિલ્મ ઘણું સારુ ઓપનિંગ કરશે.
જ્હોનની પાછળી ફિલ્મોનો રેકોર્ડ જોઈએ તો દેશભક્તિના રંગે રંગાયેલી તેમની ફિલ્મોએ સારો બિઝનસ કર્યો છે. દર્શકો તેમને પસંદ કરે છે. 'પરમાણુ' હોય કે 2018ની સ્વતંત્રતા દિવસ પર રિલિઝ થયેલી 'સત્યમેવ જયતે' હોય- આ ફિલ્મો બૉક્સ ઓફિસ પર સફળ રહી છે. તેમાં કોઈ જ શંકા નથી કે બાટલા હાઉસને સ્વતંત્રતા દિવસ પ્રસંગે ઘણો સારો ફાયદો થશે.

એડવાન્સ બુકિંગ
ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયુ છે અને કેટલાક શહેરોમાં ઘણું સારુ પરિણામ જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને કોલકાતામાં આ ફિલ્મનું બુકિંગ એવરેજ કરતા ઉપર છે.

ઓપનિંગ
ટ્રેડ પંડિતોનું માનીએ તો મિશન મંગળથી કલેક્શન થયુ હોવા છતાં આ ફિલ્મ 15 ઓગસ્ટે 13-15 કરોડ સુધીનું ઓપનિંગ કલેક્શન આપી શકે છે. આ આંકડો જબરજસ્ત છે.

ફિલ્મનો ક્રેઝ
ફિલ્મનો ક્રેઝ હવે લોકોમાં વધતો જઈ રહ્યો છે. દેશભક્તિના રંગોમાં લપેટાયેલી આ ફિલ્મને જોવા માટે લોકોમાં ઉત્સુકતા છે. જેનું પરિણામ એડવાન્સ બુકિંગમાં જોઈ શકાય છે.

પહેલું વિકેન્ડ
ફિલ્મ ગુરુવારે રિલિઝ થઈ રહી છે. જેથી ફિલ્મ પાસે 4 દિવસોનું લાંબુ વિકેન્ડ છે, ત્યાં જ સ્વતંત્રતા દિવસ-રક્ષાબંધનની રજાઓ પણ છે. જેથી ટ્રેડ પંડિતો અનુસાર 4 દિવસોમાં આ ફિલ્મ 60 કરોડનો આંકડો પાર કરી શકે છે.

વર્ડ ઓફ માઉથ
જો દર્શકોને આ ફિલ્મનું કન્ટેન ગમી જશે તો ફિલ્મને પોઝીટીવ વર્ડ ઓફ માઉથનો ફાયદો મળી શકે છે. જેથી વિકેન્ડ બાદ પણ ફિલ્મ સારી કમાણી કરી શકશે.

કંઈક આવી છે કહાણી
'બાટલા હાઉસ' સપ્ટેમ્બર 2008માં દિલ્હીના એલ-18 બટલા હાઉસમાં થયેલ એનકાઉન્ટર પર આધારિત છે. સપ્ટેમ્બર 19, 2008ના રોજ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનના સંદિગ્ધ આતંકવાદીઓ વિરુદ્ધ અથડામણ થઈ હતી, જેમાં બે સંદિગ્ધ આતંકવાદી આતિફ અમીન અને મોહંમદ સાજીદ માર્યા ગયા. જ્યારે અન્ય બે ભાગવામાં સફળ રહ્યા હતા. ત્યાં જ એક અન્ય આરોપી જીશાનની ધરપકડ કરાઈ હતી. આ અથડામણનું નેતૃત્વ કરી રહેલા એનકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને દિલ્હી પોલીસ નિરિક્ષક મોહન ચંદ શર્મા આ ઘટનામાં માર્યા ગયા હતા.