For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાદરખાનના યાદગાર ડાયલૉગ જેણે અમિતાભ બચ્ચનને એંગ્રીયંગમેન બનાવ્યા

70ના દશકમાં પડદા પર અમિતાભ બચ્ચનની એંગ્રીયંગમેનની છબી બનાવવામાં કાદર ખાનના ડાયલૉગની મહત્વની ભૂમિકા રહી છે.

|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી બિમાર જાણીતા ફિલ્મ અભિનેતા અને ડાયલૉગ રાઈટર કાદર ખાનનું નિધન થઈ ગયુ છે. તેઓ 81 વર્ષના હતા. કેનેડાની એક હોસ્પિટલમાં 31 ડિસેમ્બરની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઘણા દિવસોથી તે વેંટિલેટર પર હતા. કાદર ખાન પોતાના અભિનય માટે માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં જાણીતા છે. અભિનય ઉપરાંત ડાયલૉગ લખવામાં તેમણે કમાલની મહારત મેળવી હતી. તેમણે ઘણી બધી ફિલ્મોમાં ડાયલૉગ લખ્યા. 70ના દશકમાં પડદા પર અમિતાભ બચ્ચનની એંગ્રીયંગમેનની છબી બનાવવામાં કાદર ખાનના ડાયલૉગની મહત્વની ભૂમિકા રહી છે. તેમના અમુક યાદગાર ડાયલૉગ...

અમિતાભ બચ્ચનને એંગ્રીયંગ મેન બનાવનાર કાદર

અમિતાભ બચ્ચનને એંગ્રીયંગ મેન બનાવનાર કાદર

કાદર ખાને અમર અકબર એંથની, મુકદ્દર કા સિકંદર, લાવારિક, કાલિયા, નસીબ, કૂલી, જેવી ફિલ્મો માટે ડાયલૉગ લખ્યા. એક સમયે અમિતાભ બચ્ચન, કાદર ખાન, મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરાની જોડીએ એક બાદ એક ઘણી હિટ ફિલ્મો આપી હતી.

વિજય દીનાનાથ ચૌહાણ

વિજય દીનાનાથ ચૌહાણ

અમિતાભ બચ્ચનનો અગ્નિપથમાં બોલાયેલો જાણીતો ડાયલૉગ કાદર ખાને જ લખ્યો હતો - ‘નામ - વિજય દીનાનાથ ચૌહાન, બાપ કા નામ દીનાનાથ ચૌહાન, મા કા નામ સુહાસિની ચૌહાન, ગાંવ માંડવા, ઉમ્ર 36 સાલ 9 મહિના 8 દિન ઓર યે સોલહવાં ઘંટા ચાલુ હે', ‘કહેતે હે કિસી આદમી કી સીરત અગર જાનની હો તો ઉસકી સૂરત નહી ઉસકે પૈરો કી તરફ દેખના ચાહિએ, ઉસકે કપડો કો નહી ઉસકે જૂતો કી તરફ દેખ લેના ચાહિએ' - ફિલ્મ ‘હમ'.

બાઝુ પર 786 કા હે બિલ્લા, 20 નંબરકી બીડી પીતા હુ નામ હે ઈકબાલ

બાઝુ પર 786 કા હે બિલ્લા, 20 નંબરકી બીડી પીતા હુ નામ હે ઈકબાલ

1978માં આવેલી મુકદ્દર કા સિકંદરમાં ફકીર બનેલા કાદર ખાનનો ડાયલૉગ - ‘સુખ તો બેવફા હે આતા હે જાતા હે, દુઃખ હી અપના સાથી હે, અપને સાથ રહેતા હે. દુઃખકો અપલા લે તબ તકદીર તેરે કદમોમે હોગી ઓર તુ મુકદ્દરકા બાદશાહ હોગા.' 1983માં રિલીઝ થયેલી કુલીમાં અમિતાભ માટે લખાયેલા કાદર ખાનના ડાયલૉગ - ‘બચપનસે સર પર અલ્લાહકા હાથ ઓર અલ્લાહરખ્ખા હે અપને સાથ, બાઝુ પર 786 કા હે બિલ્લા, 20 નંબરકી બીડી પીતા હુ, નામ હે ઈકબાલ.'

ના બંડલ મે બીડી હે ના માચિસમે તીલી હે

ના બંડલ મે બીડી હે ના માચિસમે તીલી હે

‘લાનત હે, ના પેટમે દાના હે ના લોટેમે પાની હે, ના બંડલમે બીડી હે ના માચિસમે તીલી હે' - બાપ નંબરી બેટા દસ નંબરી. ‘સરકાર અગર ઈસ ગાંવકે સર હે તો મે ઉસકા સીંગ હુ ઓર જો હમારી બાત નહી માનતા, મે ઉસે સીંગ મારકર સીંગાપુર બના દેતા હુ' - હિંમતવાલા. ‘ક્યા ગજબ કરતે હો સેક્રેટરી સાહબ, ક્યો મુહબ્બતકે શીશે કો બુઢાપે કે પત્થર સે તોડ રહે હો' - દૂલ્હે રાજા.

તેરે બાપને 40 સાલ મુંબઈ પર હકૂમત કી હે

તેરે બાપને 40 સાલ મુંબઈ પર હકૂમત કી હે

‘એસે તોહફે (બંદૂકે) દેનેવાલા દોસ્ત નહી હોતા હે, તેરે બાપને 40 સાલ મુંબઈ પર હકૂમત કી હે ઈન ખિલોનો કે બલ પર નહી, અપને દમ પર' - ફિલ્મ અંગાર. ‘તુમ્હે બખ્શીશ કહાં સે દૂ. મેરી ગરીબી કા તો યે હાલ હે કિ કીસી ફકીરકી અર્થી કો કંધા દૂ તો વો અપની ઈન્સલ્ટ માનકર અર્થી સે કૂદ જાતા હે' - ફિલ્મ બાપ દસ નંબરી બેટા દસ નંબરી (1990)

કાબુલમાં થયો હતો જન્મ

કાબુલમાં થયો હતો જન્મ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જન્મેલા કાદર ખાન ત્યારે બહુ નાના હતા જ્યારે તેમનો પરિવાર મુંબઈ આવ્યો હતો. કાદર ખાનનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યુ. તેમણે તમામ મુશ્કેલીઓ પાર કરીને સિવિલ એન્જિનિયરીંગ કરી. ત્યારબાદ ફિલ્મોમાં માત્ર એન્ટ્રી જ નહિ પરંતુ એક સ્થાન પણ મેળવ્યુ.

450થી વધુ ફિલ્મોમાં કર્યુ કામ

450થી વધુ ફિલ્મોમાં કર્યુ કામ

કાદર ખાને 1973માં આવેલી ફિલ્મ દાગથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે કાદર ખાન પણમ હતા. કાદર ખાને ત્યારબાદ પાછુ વળીને જોયુ નથી. તેમણે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યુ તો 250 થી વધુ ફિલ્મો માટે ડાયલૉગ પણ લખ્યા.

આ પણ વાંચોઃ Video: કાબુલથી મુંબઈ આવ્યા હતા બોલિવુડમાં કોમેડીના બાદશાહ અને અસલી 'કાબુલીવાલા'આ પણ વાંચોઃ Video: કાબુલથી મુંબઈ આવ્યા હતા બોલિવુડમાં કોમેડીના બાદશાહ અને અસલી 'કાબુલીવાલા'

English summary
kader khan famous dialogues for amitabh bachchan govinda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X