લવ, પૉલિટિક્સ અને ક્રિકેટની વાર્તા છે ‘કાઇ પો છે’
કાઇ પો છે ફિલ્મ અંગે માહિતી આપતાં અભિષેક કપૂર જણાવે છે - આ ફિલ્મ ચેતન ભગતના પુસ્તક થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ ઉપર આધારિત છે. ભાતમાં 2001 અને 2002 વચ્ચે અનેક મોટા બનાવો બન્યા હતાં. ગુજરાતમાં ભૂકંપ અને રમખાણો પણ થયા હતાં કે જેની ખરાબ અસર થઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ ગુજરાતના લોકો અસરગ્રસ્ત થયા હતાં અને આ ફિલ્મ તેને બૅકડ્રૉપ બનાવતાં ત્રણ મિત્રોની વાર્તા છે કે જેમાં લવ સ્ટોરી પણ છે, પૉલિટિક્સ પણ છે, ધર્મ પણ છે અને ક્રિકેટ પણ છે.
સાથે જ અભિષેકે ઉમેર્યું કે તેઓ સો કરોડ ક્લબમાં શામેલ થવા ફિલ્મો નથી બનાવતાં, પણ સારી ફિલ્મો બનાવી પૈસા કમાવવામાં વિશ્વાસ ધરાવે છે. કાઇ પો છે ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો ઈશાન, ઓમી અને ગોવિંદની આસપાસ ફરે છે. પોતાના સપનાં પૂર્ણ કરવા ત્રણે મિત્રો મળી તે વખતે દેશમાં ચાલતી મુસીબતો સામે ઝઝૂમતા આગળ નિકળવાના પ્રયત્નો કરતાં હોય છે. ત્રણે મળી તહેવારો ઉજવે છે, દારૂ પી નાચે છે, ક્રિકેટ જુએ છે અને સાથે જ પોતાના પાડોસીની છોકરીને ચુપકે-ચુપકે જુએ પણ છે. ત્રણેના જીવનમાં ખૂબ ઉતાર-ચડાવ આવે છે, છતાં ત્રણે એક-બીજાનો સાથ આપે છે. ત્રણેના જીવનની મનોરંજક પળો સાથે તેમની દુઃખદ ક્ષણોનો તાણોવાણો છે કાઇ પો છે.